રાજકોટમાં રોગચાળો : ઉનાળાને લઇને ઝાડા-ઉલ્ટીના કેસ વધ્યા, ડેન્ગ્યૂનો એક કેસ નોંધાયો

  • April 24, 2023 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રોગચાળાના આંકડા જાહેર કર્યા હતા. શહેરમાં તા.17થી તા.23 સુધીમાં ડેન્ગ્યૂનો એક કેસ નોંધાયો છે. સાથે જ ગરમીની ઋતુને લઇને ઝાડા ઉલ્ટીના કેસ પણ વધ્યા છે.




મચ્છર જન્યરોગના અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

મેલેરિયા     ૦    
ડેન્ગ્યુ    ૧    
ચિકુનગુનિયા     ૦    




અન્ય રોગચાળાની કેસની વિગત

શરદી – ઉધરસના કેસ   ૨૫૯    
સામાન્ય તાવના કેસ     ૩૧    
ઝાડા – ઉલટીના કેસ     ૯૫    
ટાઈફોઈડ તાવના કેસ    ૦    
કમળો તાવના કેસ    ૦    ૦
મરડાના કેસ    ૦    ૦




આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોરાનાશક કામગીરી હેઠળ ૧૦,૩૭૭ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે. તથા ૧૯૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.



મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રાજનગર (રેલનગર), લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશી૫ (રેલનગર), કોઠારીયા કોલોની, કેવડાવાડી, મનહરપ્લોટ - ૫, સોનીબજાર વોરા વાડ, ડો. હેડગેવાર ટાઉનશી૫ (રેલનગર), ભગિની નિવેદિતા ટાઉનશી૫ (રેલનગર), બી.એસ.યુ.પી. ટાઉનશી૫ (રેલનગર), મહારાણા પ્રતા૫ ટાઉનશી૫ (રેલનગર), ચંદ્રશેખર આઝાદ ટાઉનશી૫ (રેલનગર), ઝાંસીની રાણી ટાઉનશી૫ (રેલનગર), સોરઠીયા પ્લોટ - ૪, વીર સાવરકર ટાઉનશી૫ (રેલનગર), સુભાષચંદ્ર બોઝ ટાઉનશી૫ (રેલનગર), લોકમાન્ય તિકલ ટાઉનશી૫ (રેલનગર), શ્યામજી કૃષ્ણ વર્મા  ટાઉનશી૫ (રેલનગર), છત્ર૫તી શિવાજી ટાઉશશી૫ - 1BHK (રેલનગર), છત્ર૫તી શિવાજી ટાઉશશી૫ - 2BHK (રેલનગર), રાજ રેસીડેન્સી, મહર્ષિ દયાનંદ સરસ્વતી ટાઉશશી૫ - 2BHK (રેલનગર), પ્રહલાદ પ્લોટ, એરપોર્ટ રોડ, એકઝાનનગર એરપોર્ટ રોડ, શકીના મંઝીલ કબ્રસ્તાન વાળી શેરી, ભુમિકા વિદ્યાલય વાળી શેરી, વિજય પ્લોટ શેરી નં. ૬, ૭, ૮, મનહર પ્લોટ શેરી નં. ૪, સદર અકીલા પ્રેસ વાળી શેરી તથા મસ્જીદની આસપાસનો વિસ્તાર, હરિયાણા હાઉસ ઠાકર હોટેલ પાછળનો વિસ્તાર, આશાપુરાનગર – ૧૬, વિજયનગર, શિવઘારા સોસા., શિવનગર  વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application