ધ્રાફા સીમમાં પાના ટીંચતા ચાર શખ્સની અટકાયત

  • April 27, 2023 02:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેઠવડાળાના ધ્રાફા ગામથી નંદાણા તરફના રોડ પર વાડીના શેઢે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ચારને પકડી લીધા હતા જયારે એક નાશી છુટયો હતો કુલ ૪૭ હજારનો મુદામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.


જામજોધપુર તાલુકાના ધ્રાફાની બોથારી સીમમાં વાડીના શેઢે ઝાડ નીચે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા રામવાડી-૩ના બાવનજી નાગજી ખાંટ, મેલાણ વાડી વિસ્તારમાં રહેતા દિલીપ વીરા હુણ, જામજોધપુર ટેલીફોન એકસચેન્જ રોડ પર રહેતા નિલેશ રસિક સાંગેચા અને જામજોધપુરના ટપુ કેશુ ગંભીરને રોકડ ૧૨૦૫૦ તથા એક મોબાઇલ અને મોટરસાયકલ મળી ૪૭૦૫૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા, જયારે દરોડા વખતે જામજોધપુરમાં રહેતો વિજય ગોરા સોલંકી ફરાર થઇ ગયો હતો.

​​​​​​​ 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application