શ્રાપ કે સમસ્યા : ઉંમર વધતા સ્ત્રી બની જાય છે પુરુષ, દાયકાઓથી હેરાન પરેશાન છે આ ગામના લોકો 

  • April 05, 2023 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોટાભાગના છોકરાઓ અને છોકરીઓ માટે તરુણાવસ્થા એ એક વિચિત્ર અને મુશ્કેલ સમય છે. આ સમયે શરીરમાં ઘણા બદલાવ આવે છે. પરંતુ વિશ્વના નકશા પર એક એવું ગામ છે, જ્યાં એક ઉંમર પછી છોકરીઓ છોકરાઓમાં ફેરવાઈ જાય છે.

ડોમિનિકન રિપબ્લિક દેશમાં લા સેલિનાસ ગામ નામનું એક ગામ છે. અહીંની છોકરીઓ ચોક્કસ ઉંમર પછી લિંગ પરિવર્તનમાંથી પસાર થાય છે. આ પછી અહીંની છોકરીઓ છોકરાઓ બની જાય છે. આ કારણથી અહીંના લોકો ગામને શાપિત ગામ માને છે. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય શોધી શક્યા નથી.

લા સેલિનાસ ગામની ઘણી છોકરીઓ 12 વર્ષની ઉંમરે છોકરાઓમાં ફેરવાઈ જાય છે. ગામડાની છોકરીઓને છોકરાઓ બનવાની 'બીમારી'થી અહીંના લોકો ખૂબ પરેશાન છે. આ કારણે ગામના ઘણા લોકો માને છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિનો સાયો છે. આ સિવાય કેટલાક વૃદ્ધ લોકો આ ગામને શ્રાપિત માને છે. આવા બાળકોને 'ગુવેડોસીસ' કહેવામાં આવે છે.

ગામમાં કોઈના ઘરે છોકરીનો જન્મ થાય ત્યારે તે પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જાય છે. કારણ કે તેમને ડર છે કે તેમની દીકરી મોટી થશે ત્યારે છોકરો બની જશે. આ રોગને કારણે ગામમાં છોકરીઓની સંખ્યા ખૂબ જ ઘટી રહી છે. આ રહસ્યમય રોગને કારણે આજુબાજુના ગામડાના લોકો આ ગામને ખરાબ નજરથી જુએ છે.

દરિયા કિનારે વસેલા આ ગામની વસ્તી 6 હજારની આસપાસ છે. પોતાની અનોખી અજાયબીને કારણે આ ગામ દુનિયાભરના સંશોધકો માટે સંશોધનનો વિષય બની ગયું છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે આ બીમારી 'જિનેટિક ડિસઓર્ડર' છે. સ્થાનિક ભાષામાં આ રોગથી પીડિત બાળકોને 'સ્યુડોહર્માફ્રોડાઈટ' કહેવામાં આવે છે. જે પણ છોકરીઓને આ રોગ હોય છે, તેઓ એક ચોક્કસ ઉંમરમાં પહોંચ્યા પછી તેમના શરીરમાં પુરૂષ જેવા અંગો બનવા લાગે છે. તેનો અવાજ ભારે થવા લાગે છે અને તે બદલાવ તેના શરીરમાં આવવા લાગે છે જે ધીમે ધીમે તેને છોકરીમાંથી છોકરો બની જાય છે. ગામના 90માંથી એક બાળક આ રહસ્યમય રોગથી પીડિત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application