પાક. કબજા હેઠળનું કાશ્મીર પરત લેવાનો મોદી સરકારનો એજન્ડા

  • May 02, 2023 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે ફરી પુનરોચ્ચાર કર્યેા છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો મુખ્ય એજન્ડા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને પાછો લેવાનો છે. જિતેન્દ્ર સિંહ હાલમાં યુનાઇટેડ કિંગડમની ૬ દિવસની મુલાકાતે છે.
જિતેન્દ્ર સિંહે આ દરમિયાન જણાવ્યું હતું કે, જો તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહએ તત્કાલિન ગૃહમંત્રી સરદાર પટેલને આ વિસ્તારને અન્ય રજવાડાઓની જેમ હેન્ડલ કરવાની મંજૂરી આપી હોત તો, આજે આ સ્થિતિ ઊભી થઈ ના હોત અને પોકનો મુદ્દો કયારેય ઊભો જ ના થાત.





જિતેન્દ્ર સિંહે આ વાત લંડન સ્થિત સામાજિક જૂથો અને જમ્મુ–કાશ્મીરના વિધાર્થીઓ સાથે ચર્ચા દરમિયાન કહી છે. ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, પીઓકેને પાકિસ્તાનના નિયંત્રણમાંથી પરત લાવવું એ મોદી સરકાર અને ભાજપનો મુખ્ય એજન્ડા છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ ભારત વિરોધી વાતાવરણને બદલવા માટે હાજર લોકોનો આભાર માન્યો છે.
જિતેન્દ્ર સિંહ જમ્મુ અને કાશ્મીરની ઉધમપુર લોકસભા સીટથી સાંસદ છે. જિતેન્દ્ર સિંહે ચર્ચા દરમિયાન જૂની સરકાર દ્રારા કરવામાં આવેલી ઘણી વિસંગતતાઓ પર વિપક્ષ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદથી તેમના પર કામ કરી રહ્યા છે.





મંત્રીએ કહ્યું કે કલમ ૩૭૦ હટાવ્યા બાદ જ જમ્મુ અને કાશ્મીરના લોકોને પોતાની લાગણીનો અહેસાસ થયો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીને જમ્મુ અને કાશ્મીરની બે દીકરીઓને અધિકાર આપવા માટે હંમેશા યાદ કરવામાં આવશે જેમને નાગરિકતાના બંધારણીય અધિકારો અને સંપત્તિ પરના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત જે શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમને પણ તેમના અધિકારો મળશે.





સિંહ સાથે ચર્ચા દરમિયાન, સામાજિક જૂથોએ હાઇલાઇટ કયુ છે કે તે એવા લોકોને એકઠા કરી રહ્યા છે જેઓ ભારત સાથે છે. આ સંગઠન એવા લોકો વિદ્ધ બનાવવામાં આવી રહ્યું છે જેઓ ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે.





અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ભારતનો ભાગ બળજબરીથી કબજે કર્યેા છે, તેથી ત્યાં કોઈ પણ ફેરફાર ભારતને મંજુર નથી. થોડા સમય પહેલા એવા સમાચાર આવી રહ્યા હતા કે, પાકિસ્તાન પોકમાં બાંધકામ પ્રોજેકટ કરી રહ્યું છે. . ડેમ દ્રારા વિસ્તાર બદલવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં આવા પ્રોજેકટનો ભારતે વિરોધ કર્યેા છે. ભારતનું કહેવું છે કે આ વિસ્તાર તેના જમ્મુ–કાશ્મીર રાયનો એક ભાગ છે. પાકિસ્તાન અને ચીને મળીને ગિલગિટ–બાલ્ટિસ્તાન ક્ષેત્રમાં ડિમર બાશા ડેમ બનાવવાનું કામ શ કયુ હતું. પાકિસ્તાનના વડા પ્રધાને આ વિસ્તારની મુલાકાત લીધી હતી.




પાક સરકારે એવું કહ્યું હતુકે, પાકિસ્તાનના ઇતિહાસમાં આ સૌથી મોટો ડેમ હશે. પાક પીએમએ કહ્યું કે, ડેમ બનાવવાનો નિર્ણય ૫૦ વર્ષ પહેલાં લેવામાં આવ્યો હતો. ડેમ બનાવવા માટે આનાથી વધુ સારી જગ્યા હોઈ શકે નહીં. તે એક કુદરતી ડેમ છે. આ ડેમ અંગેનો નિર્ણય ૪૦ થી ૫૦ વર્ષ પહેલા લેવામાં આવ્યો હતો. જીતેન્દ્રસીન્હેં આ મુદ્દો પણ ઉપસ્થિત કર્યેા હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application