દ્વારકા અબેન ડેવલપમેન્ટ ઓથોરિટી માટે જિલ્લા તંત્ર દ્વારા કમીટીની રચના કરાશે

  • June 19, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નગરપાલિકાએ મંજૂરીની સતા ગુમાવી: છેલ્લા ત્રણ માસથી મંજૂરીઓ બંધ


દ્વારકા નગરપાલિકા પાસેથી મંજૂરીની સત્તાઓ પરત ખેચી લેવામાં આવી છે.આ માટે હવે દ્વારકા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીની તંત્ર દ્વારા રચના કરવામાં આવશે . દ્વારકા કોરીડોર ડેવલપમેન્ટ મોટેની મહાત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા દ્વારકા ડેવલપમેન્ટ ઓથોરીટી અંગે કમિટીની રચના કરશે.


હાલમાં છેલ્લા આશરે ત્રણેક માસ પહેલા નગરપાલિકા પાસેથી બાંધકામ મંજૂરી પરત ખેચાતા હવે આ સંદર્ભે જિલ્લા તંત્ર દ્વારા કમિટીની રચના કરવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળેલ છે.દ્વારકા કોરીડોરના સંદર્ભે વિકાસનું આયોજન હાથ ધરવામા આવનાર હોય નગરપાલિકા દ્વારા મંજૂરી બંધ કરવામા આવી છે.


વિકાસ કાર્યો માટેના નવતર આયોજનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાએ ઉપરથી રાજય સરકારના માર્ગદર્શનમાં વિશેષ કમિટી બનાવીને દ્વારકા કોરીડોરના નકશા તથા આયોજનમાં નડતર ન થાય તે રીતે મંજૂરી આપવામાં આવશે. જે અંગેનું સુનિશ્ર્ચિત આયોજન હાલ ચાલુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application