જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મનપા આયોજિત લોકમેળાને સતત એક મહિનો સ્વચ્છ રાખી સફાઈ સૈનિકોએ દિવસ રાત એક કરી મેળાને આપ્યો સફાઈનો જગમગાટ...

  • September 18, 2023 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મનપા આયોજિત લોકમેળાને સતત એક મહિનો સ્વચ્છ રાખી સફાઈ સૈનિકોએ દિવસ રાત એક કરી મેળાને આપ્યો સફાઈનો જગમગાટ...

જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જામનગર શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી અને જન્માષ્ટમી લોકમેળાનું સતત એક મહિના સુધી ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ આયોજનમાં સોનામાં સુગંધ ભળે તેમ સફાઈ સૈનિકો પણ હજારો લાખોની જન્મેદનીએ મેળાની મુલાકાત લીધા બાદ જ્યારે કચરો એકઠો થતો હોય ત્યારે દિવસ રાત એક કરીને આ કચરો અને ગંદકી દૂર કરી દરરોજ મેળાને સ્વચ્છ રાખી સફાઈનો એક અનોખો જગમગાટ આપ્યો હતો.


જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી અને ઇન્ચાર્જ ડીએમસી ભાવેશ જાની તેમજ સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલિંગ મુકેશ વરણવા દ્વારા મેળાને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સફાઈ સૈનિકોની એક ફોજ ઉતારવામાં આવી હતી અને તેનું સંપૂર્ણ સંચાલન જામનગર મહાનગરપાલિકાના SSI વિજયભાઈ બાબરીયા અને તેની ટીમ દ્વારા સતત આખી રાત મેળામાં સફાઈ કરી અને સુંદર રીતે સંચાલન કરવામાં આવ્યું હતું.


જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જ્યારે એક મહિના સુધી સતત મેળો ચાલતો હોય અને જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારો લાખો લોકો પરિવાર સાથે મેળાની મુલાકાત લેતા હોય એવા સમયે સ્વાભાવિક છે કે મેળામાં ખાણીપીણી અને નાસ્તાની મોજ માણિયા બાદ કચરો અને ગંદકી પણ ખૂબ વ્યાપક પ્રમાણમાં થતી હોય ત્યારે જેવો બાર વાગ્યે મેળો પૂર્ણ થાય અને તેની સાથે જ મનપાના SSI વિજય બાબરીયા અને તેની ટીમના પાર્થ સચદેવ તેમજ કુલદીપ વાઘેલા અને ખોડીદાસ મકવાણા તેમજ નિખિલ પીઠડીયા સહિતના સભ્યોની ટીમ 50 થી પણ વધુ સફાઈ સૈનિકોની સાથે મેળાને સફાઈ કરવા માટે મેદાનમાં ઉતરી પડે છે.


પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળામાં રહેલો તમામ કચરો અને સાતરસ્તા સર્કલથી શરૂ કરી ચેક જિલ્લા પંચાયત સર્કલ સુધીના મુખ્ય રસ્તા પર રહેલો તમામ કચરો રાત્રે 12 વાગ્યાથી શરૂ કરીને વહેલી સવાર સુધી દૂર કરવામાં આવે છે ખાસ કરીને તહેવારોનો સમય હોય અને લાખોની જનમેદની આ મેળાઓની મુલાકાત લેતી હોય ત્યારે તેમના આરોગ્ય જળવાઈ રહે તેવી ચિંતા સાથે સફાઈ કર્મીઓ દરરોજ સવારે મેળાને સ્વચ્છ અને સુંદર બનાવે છે અને તમામ કચરો દૂર કરી તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવે છે.


જ્યારે જામ્યુંકો દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજિત લોકમેળામાં લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે મનપાના કમિશનર ડી.એન.મોદી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ સફાઈ અધિકારીઓ અને કર્મચારીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી હોય અને તેનું ખૂબ સારી રીતે પાલન અને સારી કામગીરી સફાઈ સૈનિકોએ મેળા દરમિયાન હાથ ધરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application