ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રીપ આગામી ૯૦ દિવસ માટે લંબાવાઈ

  • August 01, 2023 08:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં વધારાનો ધસારો ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર-ગાંધીગ્રામ વચ્ચે વિશેષ ભાડા પર દરરોજ સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.  


ભાવનગર રેલવે ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર – ગાંધીગ્રામ - ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ટ્રેન 01 ઑગસ્ટ 2023થી આગામી 90 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ભાવનગર - ગાંધીગ્રામ દૈનિક સમર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી દરરોજ 17.00 કલાકે ઉપડે છે અને 21.40 કલાકે ગાંધીગ્રામ સ્ટેશન પહોંચે છે.  


તેવી જરીતે , વળતીદિશામાં, ગાંધીગ્રામ- ભાવનગર દૈનિક સમર સ્પેશિયલ ગાંધીગ્રામ સ્ટેશનથી દરરોજ 06.35 કલાકે ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ 11.15 કલાકે પહોંચે છે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ અને વસ્ત્રાપુર સ્ટેશનો પર ઉભી રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application