ગોંડલથી ત્રણ માસના બાળકને તાવની સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. અહીં તેને આંચકી આવતા મશીનમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાળક દાઝી ગયા બાદ કલાકોમાં તેનું મોત થયું હતું. આ ઘટનાને લઇ બાળકના પરિવારજનો દ્રારા તબીબી બેદરકારીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બે દીકરીઓ બાદ પુત્રનો જન્મ થયો હોય તેના મૃત્યુથી પરિવારમાં શોક છવાઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં રહેતા એજાજભાઈ કાથરોટીયાના ત્રણ માસના પુત્ર ઇમરાનને તાવ આવતો હોય જેથી પ્રથમ ગોંડલમાં સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે પરિવાર અહીં રાજકોટમાં જનાના હોસ્પિટલમાં લાવ્યો હતો. અહીં તેને આંચકી આવ્યા બાદ એક મશીનમાં રાખવામાં આવ્યો હતો. યાં બાળકનો પગ દાઝી ગયો હતો. ત્યારબાદ કલાકોમાં બાળકનું મોત થયું હતું. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, બાળક બે બહેનના પરિવારમાં નાનો હતો બાળકની માતા રેશ્માબેન જણાવ્યું હતું કે, બે દિવસ પૂર્વે તાવ આવ્યા બાદ પ્રથમ ગોંડલમાં સારવાર લીધી હતી ત્યારબાદ અહીં રાજકોટની જનાના હોસ્પિટલમાં તેને લાવવામાં આવ્યો હતો. અહીં તબીબે કહ્યું હતું કે, બાળકને આંચકી આવી છે માટે મશીનમાં રાખવો પડશે. ત્યારબાદ આ મશીનમાં કોઈ કારણસર બાળકનો પગ દાઝી ગયો હતો. જેના કલાકો બાદ તેનું મોત થયું હતું આ સમગ્ર ઘટના અંગે બાળકની માતાએ જનાના હોસ્પિટલના તબીબ અને નસગ સ્ટાફ સામે બેદરકારીનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMપદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજના જન્મોત્સવે દિક્ષા અંગીકાર કરશે માનવી બેન જૈન
January 23, 2025 11:04 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
January 23, 2025 10:58 AMઘુનડા: સત મણીમાની અનતં યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક
January 23, 2025 10:56 AMગોંડલ: ભુરાબાવા ચોરાનું અયોધ્યા ચોક નામકરણ કરાયું
January 23, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech