ગોંડલ: ભુરાબાવા ચોરાનું અયોધ્યા ચોક નામકરણ કરાયું

  • January 23, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલનાં ૧૬૫ વર્ષ જુના ઐતિહાસિક ભુરાબાવાનાં ચોરાને જીર્ણેાધ્ધાર કરાયાને એક વર્ષ પુર્ણ થતા મહાઆરતીનું આયોજન કરાયુ હતુ.સાથોસાથ આ ચોકનું અયોધ્યા ચોક નામકરણ કરાયુ હતુ. ઉમટી પડેલા હજારો લોકોએ મહાઆરતી નો લ્હાવો લીધો હતો. આ સમયે ઇતિહાસ જીવતં થયાનાં દ્રશ્યો સર્જાયા હતા.
રાજાશાહી સમયનાં ઇતિહાસને સંઘરી બેઠેલા ભુરાબાવાનાં ચોરાનો જીર્ણેાધ્ધાર કરવાનુ વિચારબીજ ભાજપ મોવડી અને નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયાએ રોપ્યા બાદ પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ દાતા તરીકે સરાહનીય ભુમીકા અદા કરતા એક વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રીરામની મુર્તીની પ્રાણ પ્રતિ ાનાં દિવસેજ જીર્ણેાધ્ધાર કરાયેલા ભુરાબાવાનાં ચોરાને ફરી ધબકતો કરી રામદરબારની આરતીનો ઘંટારવ ગુંજતો કરાયો હતો.અશોકભાઈ પીપળીયાએ પોતાનાં સચ્યુત વિચારને જીવતં કરવા શહેરની વિવિધ સંસ્થાઓ, મંડળોને સાથે રાખી જીર્ણેાધ્ધાર માટે જહેમત ઉઠાવી હતી.જેના પરીણામ સ્વપ દોઢ સદી જુનો ભુરાબાવાનો ચોરો નવા કલેવર સાથે દૈદિપ્યમાન બની ઇતિહાસની ગવાહી આપતો ઉભો છે. ધારાસભ્ય ગીતાબા જાડેજા, પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ ઉપરાંત ગોંડલ રાજવી હિમાંશુસિહજી સહીત આગેવાનો દ્રારા મહાઆરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ એકવર્ષ પહેલા જયરાજસિહ જાડેજાએ આ ચોકને અયોધ્યા ચોકનું નામ અપાશે તેવુ આપેલુ વચન પુર્ણ કરી નામકરણ કર્યુ હતુ.
જયરાજસિહ જાડેજાએ આ તકે જણાવ્યું કે અશોકભાઈ પીપળીયાએ ભુરાબાવાનાં ચોરાની કાયાપલટ કરી ગોંડલને યાદગાર નજરાણું આપ્યું છે. જયરાજસિહ જાડેજાએ સંકલ્પ જાહેર કર્યેા હતોકે શહેરનાં નાનીબજાર વચલીશેરીમાં આવેલા ૪૦૦ વર્ષ પુરાણા મહાલમી મંદિરનો પણ જીર્ણેાધ્ધાર થશે. આ માટેનો ખર્ચ તેમના દ્રારા કરાશે.ટીમ અશોક આ કાર્ય ને પણ સફળતા પુર્વક પાર પાડે તેવું જણાવ્યું હતું. જીર્ણેાધ્ધારનાં સફળ આયોજક અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું કે જયરાજસિહે વચન પરીપુર્ણ કરતા આ ચોક અયોધ્યા ચોક તરીકે ખુલ્લ ો મુકાયો છે.હવે આવા જ રાજાશાહી સમયનાં મહાલમી મંદિર નો જીર્ણેાધ્ધાર તાકીદે શ કરી એક ઇતિહાસને ફરી જીવતં કરાશે.મહાઆરતીમાં નૈમિશભાઈ ધડુક નગરપાલિકા પ્રમુખ અશ્ર્વીનભાઇ ઠુંમર, ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા,કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નગરપાલિકા સદસ્યો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application