ઘુનડા: સત મણીમાની અનતં યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક

  • January 23, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સત પરિવારના સ્થાપક અવતારી પુષ હરીરામ બાપાના ધર્મપત્ની અને પુરણધામ આશ્રમ ઘુનેશ્વરના મોભી જગત જનની જગદંબા મણીમા મકરસંક્રાંતિની સંધ્યાએ અનંતની વાટ પકડતા સતપરિવારમાં ઘેરો શોકની લાગણી છવાઈ  છે તેમની પાલખીયાત્રામાં દેશ વિદેશના હજારો પરિવારો જોડાયા હતા સત મણીમાની જય જય હોના જય કાર સાથે પુરણધામ ગુંજી ઉઠું હતું
ઘુનડામાં પુરણધામનું નિર્માણ કરવામાં હરિરામ બાપાના પગલે પગલે જીવન સમર્પિત કરનાર નિર્મળ સ્વભાવ અને સહજમાં પોતાના સમગ્ર જીવનને સત પરિવાર માટે સઘળું આપી દેવાના સ્વભાવથી હજારો પરિવાર માટે પ્રેરણાદાયી બન્યો અને ૩૦ વર્ષ પહેલા હરિરામ બાપા એ સદેહે વિદાય લીધા પછી સત પરિવારની આસ્થા માટે મણીમા ભકતોના જીવનને સત માર્ગે દોરી સાચી દિશા બતાવી હતી દરેક વખતે મણીમાં મારા ભકતો હંમેશા સુખી રહે એવા આશીર્વાદ પાઠવતા  હતા.
પરાસ્પર બ્રહ્મ સદગુરૂ  હરિરામ બાપા સાથે મણીમાએ શકિત સ્વપ સાથે રહીને આધ્યાત્મિક કેડીએ ચાલીને હજારો સેવકોને સતપરિવારમાં જોડી તેઓના કલ્યાણ માટે સાચા સતં બની અને લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે.
જાન્યુઆરી ના પ્રથમ અઠવાડિયામાં જ જગદંબા સ્વપ ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હજારો સેવકોને આસ્થા ભેરે ઉમટી પડા હતા. અને મણીમાની શતાબ્દી મહોત્સવને ઉજવણી કરવામાં આવી હતી તેઓએ હજારો સેવકોને આશીર્વાદ આપ્યા હતા. આ અવતારી સ્વપ જોટાએ દેહપી વિદાયથી ભકતોમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે.

સત મણીમાના દેહ વિલય અને દિવ્ય ચેતનાની ઉપાસના અર્થે ભંડારો
સત મણીમાના દેહ વિલય અને દિવ્ય ચેતનાની ઉપાસના અર્થે  ગુ ગુણ ગાવા, મહાપ્રસાદ ગ્રહણ કરવા તેમજ અરસપરસ દર્શનનો ભકિત સભર લ્હાવો લેવા પોષ વદ અમાસ સંવત ૨૦૮૧ આગામી બુધવારને સવારે ૧૦થી ર કલાકે પુરણધામ ,ઘૂનેશ્વર ઘૂનડા, તાલુકો જામજોધપુર, જામનગર  ખાતે રાખેલ છે  જોષી પરિવાર દ્રારા  ધર્મે પ્રેમીઓને પૂર્ણ ભકિતભાવ સાથે આ ભંડારાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application