રાજ્યના ચૂંટણી પંચ દ્વારા પરીપત્ર તા. 21 જાન્યુઆરીથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા, ભાણવડ તેમજ દ્વારકા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ અને ખંભાળિયા તાલુકા પંચાયતની ભરાણા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતની જુવાનપુર બેઠકની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
ચુંટણી કાર્યક્રમ મુજબ ચૂંટણી જાહેરનામું પ્રસિધ્ધ કરવાની તારીખ 27 જાન્યુઆરી, ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 3, ઉમેદવારી પાછી ખેંચી લેવાની છેલ્લી તારીખ 4, મતદાનની તારીખ 16 ફેબ્રુઆરીના સવારે 7 થી સાંજના 6 સુધી અને જરૂર જણાયતો પુન: મતદાનની તારીખ 17 બાદ મતગણતરીની તારીખ 18 અને આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થવાની તારીખ તા. 21 ફેબ્રુઆરી રહેશે.
આચાર સંહિતાના અમલ દરમ્યાન ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણીની કામગીરી સંબંધમાં અધિકારીઓ અને કર્મચારીઓની રજા મંજૂર કરી શકાશે નહિ તેમજ બદલી કરી શકાશે નહિ. સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક આપી શકાશે નહિ. મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત કરી શકાશે નહિ તેમજ વચનો આપી શકાશે નહિ. કોઈ પણ રૂપમાં કોઈપણ જાતની નાણાંકીય ગ્રાન્ટ અથવા તેના વચનોની જાહેરાત કરાશે નહિ. વિવેકાધીન ફંડમાંથી ચૂકવણી મંજૂર કરી શકાશે નહિ.
આ સૂચનાનો અમલ તા. પરિણામની જાહેરાત તા. 18 સુધી કરવાનો રહેશે તેમ અહીંના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહાપાલિકા દ્રારા કાલે હેમુ ગઢવી હોલ ખાતે દેશભકિત ગીતનો સ્ટેજ શો જાગો હિંદુસ્તાની
January 23, 2025 03:23 PMરેલનગર, ગાયકવાડી, પોપટપરા, પૂજારા પ્લોટ, લક્ષ્મીવાડી સહિતના વિસ્તારોમાં મિલકત સીલ
January 23, 2025 03:20 PMઅકસ્માતગ્રસ્તોની મદદ માટે ૧૦૮ બોલાવી મદદરૂપ બનતા આરટીઓ–રોડ સેફટીના અધિકારીઓ
January 23, 2025 03:15 PMવિધાનસભાના બજેટ સત્રમાં નિયમ ૪૪ હેઠળ સરકાર જંત્રી દરમાં ઘટાડો કરે તેવા સંકેત
January 23, 2025 03:11 PMગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં દીકરીઓના નામાંકન દરમાં ૩૩ ટકાનો વધારો નોંધાયો
January 23, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech