અનલિમિટેડ ફૂડ માટે બબાલ : રાજકોટના સ્વામીનારાયણ ચોક પાસેની રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેપારી પર કર્યો હુમલો, જુઓ Video..  

  • August 31, 2023 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં સ્વામિનારાયણ ચોકમાં અનલિમિટેડ જમવા બાબતે મારામારી સર્જાઈ હતી મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે વેપારી અને ગ્રાહકો વચ્ચે છુટા હાથે મારામારી થઈ હતી સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 


રાજકોટમાં ગઇકાલે રાતના સમયે સ્વામી નારાયણ ચોકમાં ગ્રાહકએ વેપારી પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં રેસ્ટોરન્ટમાં અનલિમિટેડ જમવા મુદ્દે ગ્રાહક અને વેપારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અનલિમિટેડમાં વેપારીએ મર્યાદામાં જમવાનું કહેતા ગ્રાહક અને તેનું ગ્રુપ ઉશ્કેરાયું હતું. ગ્રાહક ગ્રુપના મહિલા અને બાળકોનો વેપારી ઉપર કેરેટ વડે હુમલો કરવામાં આવ્યો તેમજ છુટા હાથની મારામારી કરવામાં આવી હતી. મારામારીનો બનાવ બનતા લોકોના મોટા પ્રમાણમાં ટોળા એકઠા થઈ ગયા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application