સોરઠિયાવાડી પાસે પાણીની લાઇન લિકેજ માસ્તર સોસાયટી સહિતના વિસ્તારો તરસ્યા

  • January 13, 2025 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૧૪માં ૮૦ ફટ રોડ ઉપરના સોરઠીયા વાડી વિસ્તાર નજીક માસ્તર સોસાયટી અને કોઠારીયા કોલોની વિસ્તાર પાસેના ગરબી ચોક નજીક ગત રાત્રે ધડાકાભેર પાણીની વર્ષેા જૂની લાઈન ફાટતા આજે માસ્તર સોસાયટી સહિતના વિસ્તારો તરસ્યા રહ્યા હતા.
દરમિયાન વોર્ડ નં.૧૪ના ડેપ્યુટી એન્જીનિયરનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે તીવ્ર ઠંડી કે ગરમી પડે ત્યારે જૂની એસી પ્રેસર પ્રકારની સિમેન્ટ લાઇનો ફાટવાના બનાવો બને છે, ઉપરોકત પાઇપલાઇન અંદાજે ૪૦ વર્ષ જૂની છે અને એર બ્લોક થતા લીકેજ થઇ છે. ફરિયાદ મળતા સાથે રિપેરિંગ શ કરાયું છે તેમ છતાં સંબંધિત વિસ્તારોમાં આજે પાણી વિતરણ બધં રહેશે. યારે આવતીકાલથી રાબેતા મુજબ પાણી વિતરણ થશે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, વોર્ડ નં.૧૪માં આજે વધુ એક વખત અંદાજે ૪૦ વર્ષ જુની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં શહેરના કોઠારીયા કોલોની અને માસ્તર સોસાયટીમાં આજે પાણી વિહોણા રહ્યા હતા. શહેરના વોર્ડ નં.૧૪માં વખતો વખત પાણીની પાઇપલાઇનો બિસ્કીટની જેમ ભંગાણ થઈ રહ્યું છે, ખાસ કરીને કોઠારીયા કોલોની, ભકિતનગર સોસાયટી, વાણીયાવાડી, ગોપાલ નગર, ગાયત્રી નગર, મિલપરા, શ્રમજીવી સોસાયટી, આનંદનગર, ગીતા નગર સહિતના વિસ્તારો આવે છે તેમાં અવારનવાર પાઇપલાઇનમાં ભંગાણ થાય છે અને ડહોળા અને ગંધાતા પાણીની વ્યાપક ફરિયાદો છે. આ વિસ્તારમાં પચાસેક વર્ષ જૂની પાઇપલાઇનો હોવાને પગલે ભંગાણ થતું જ રહે છે. આ વિસ્તાર ડીઆઇ પાઇપલાઇનથી વંચિત છે. તેમાં ડી આઇ પાઇપલાઇન નાખવા વખતો વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ દિશામાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. પાઇપલાઇન તૂટી જતા આજે સવારે પાણી ન મળતા મહિલાઓએ ફરિયાદોનો મારો ચલાવ્યો હતો, દરમિયાન બનાવની જાણ થતાં ગજુભા ઝાલા સ્થળ ઉપર દોડી ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application