સૌરાષ્ટ્રમાં પહેલીવાર જમીન પર રાજકોટમાં આઇકોનિક બ્રિજ બનશે. 167 કરોડના ખર્ચે કટારીયા ચોકડી પર આઇકોનીક બ્રિજનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાશે. કટારિયા ચોકડી પર 2.5 વર્ષમાં આઇકોનિક બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ બ્રિજ બનતા જ 2 લાખ જેટલા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ આઇકોનિક બ્રિજ બનીને તૈયાર થશે ત્યારે કેવો લાગશે તેની જુઓ અદભૂત તસવીરો.
થ્રી લેયર બ્રિજથી રોજ બે લાખથી વધુ લોકોને લાભ થશે
કાલાવડ રોડ પર ટ્રાફિક પરિવહન માટે ભારણ વધતાં કટારિયા ચોક પર બ્રિજની જરૂર છે. આ જરૂરિયાત પૂરી કરવા કટારિયા ચોકમાં રાજકોટના સૌપ્રથમ આઇકોનિક કેબલ બ્રિજનું ટેન્ડર બહાર પડ્યું હતું. તેના ભાવ ખૂલી જતા 124.07 કરોડના ટેન્ડર સામે 14.24 ટકા ઓન એટલે કે, 141.73 કરોડના ભાવની એલ-1 ઓફર સાથેની દરખાસ્ત કમિશનરે મોકલી છે. 18 ટકા જીએસટી સાથે 25.51 કરોડનો ટેક્સ ગણી કુલ ખર્ચે 167.24 કરોડનો ખર્ચ થશે. આ બ્રિજનું કામ અંદાજે 30 માસમાં પૂરું થશે. 744 મીટર લંબાઇ અને 23.10 મીટરની પહોળાઇમાં 3x3 લેનનો આરસીસી બ્રિજ બનવાનો છે. તેમજ બંને તરફ સર્વિસ રોડ અને ફૂટપાથ રાખવામાં આવ્યાં છે. બ્રિજથી બે લાખ જેટલા વાહનચાલકોને ભવિષ્યમાં લાભ થશે.
9.30ની પહોળાઇમાં સર્વિસ રોડ અને ફૂટપાથ સામેલ
બ્રિજ સાથે 8.5x8.5 મીટર પહોળાઇમાં એક અંડરપાસ બનશે. જેમાં પણ 9.30ની પહોળાઇમાં સર્વિસ રોડ અને ફૂટપાથ સામેલ છે. આ ઓવરબ્રિજ અને અંડરબ્રિજના આયોજનની દરખાસ્ત અંગે કુલ ચાર એજન્સીના ભાવ આવ્યા હતા. તેમાં ગાવર કન્સ્ટ્રક્શન લી. અને બેકબોન કન્સ્ટ્રક્શનના જોઇન્ટ વેન્ચરના ભાવ રૂ. 141.73 કરોડ સૌથી નીચે હતા. આ ટેન્ડરની શરત મુજબ જીએસટી અલગથી ચૂકવવાનો હોય છે. આથી આ કંપનીને કામ આપવા અંગે આવતીકાલની મિટિંગમાં નિર્ણય લેવાશે. બ્રિજનો રસ્તો થોડો પહોળો રહેશે. ફુટપાથની જરૂર બ્રિજ પર લાગી નથી. આથી માત્ર ફ્લાવર બેડ રાખીને ફુટપાથની જગ્યા રસ્તા પર ઉમેરવામાં આવી છે. આ ડિઝાઇન બનતી વખતે જ બ્રિજ નીચે ગેમ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટનો આ પ્રથમ કેબલ બ્રિજ હશે
કાલાવડ રોડ પર ઓવરબ્રિજ અને તેની નીચે રિંગ રોડના ચોકની બંને દિશામાં અંડરબ્રિજ પણ બનવાનો છે. આથી પ્રોજેક્ટ ખૂબ મોટો અને મહત્ત્વનો ગણાવાઇ રહ્યો છે. ટેન્ડરમાં કુલ ચાર એજન્સી આવી હતી, જેમાં બેકબોનના જોઇન્ટ વેન્ચરે સૌથી નીચા રૂ. 141.73 કરોડના ભાવ આપ્યા છે તો ઇન્ફ્રાટેક કંપનીએ 142 કરોડ અને મંગલમ બિલ્ડકોને 153.19 કરોડ તેમજ વિજય મિસ્ત્રી કન્સ્ટ્રક્શન પ્રા.લી. કંપનીએ રૂ. 147.49 કરોડના ભાવની ઓફર આપી હતી.
બ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મોપ્લેક્સ પાસે પૂરો થશે
કટારિયા ચોકડીએ ફ્લાયઓવરની કુલ લંબાઇ પોણો કિ.મી.થી વધુ એટલે કે, 800 મીટર છે. તો તેની પહોળાઇ ફુટપાથ સહિત 24 મીટરની રહેશે. આ ડિઝાઇનમાં પ્લાન્ટેશન પણ છે. મધ્ય ભાગ 160 મીટરનો છે. આ બ્રિજ જલારામ ફૂડ કોર્ટથી શરૂ થશે અને કોસ્મો પ્લેક્સ પાસે પૂરો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેટ્રોલ પંપ માલિકના નામે ગોવાના ડિલર સાથે ૧.૨૦ લાખની છેતરપિંડી
March 29, 2025 02:53 PMઆંદોલનકારીઓ સાથે કડક વલણ મોટી સંખ્યામાં અટકાયત શરૂ થઇ
March 29, 2025 02:50 PMસ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકરએ સાઉથ કોરિયાનો પ્રવાસ ઠુકરાવ્યો; મેયર ઉડાન ભરશે
March 29, 2025 02:45 PMપડોશી દંપતિ, પુત્રવધુ સહીત ચારનો મહિલા-સાસુ ઉપર હુમલો
March 29, 2025 02:41 PMકાલથી રેસકોર્ષમાં ગુંજશે રાધે રાધેનો નાદ: પૂ.જીગ્નેશદાદાની કથાનો પ્રારંભ
March 29, 2025 02:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech