હરીપર તરાવડા ગામે આવેલા સિલ્વર પેટ્રોલ પંપના માલિકના નામે ગોવાના ડિલરને ફોન કરી તેમની પાસેથી રૂ.૧.૨૦ લાખ છેતરપિંડીથી તફડાવી લીધા અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શીતલ પાર્ક નજીક દ્વારકાધીશ હાઈટ્સમાં રહેતા અને હરીપર તરવડા ગામે આવેલ સિલ્વર કન્ઝયુમર ઇલેક્ટ્રીકલ્સ લીમીટેડ કંપનીમાં નોકરી કરતા મલ્હારભાઈ હર્ષદભાઇ જોષી(ઉ.વ.૩૯) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.૦૭/૦૧/૨૦૨૫ રોજ મારા સિલ્વર કન્ઝયુમર ઇલેક્ટ્રીકલ્સ લીમીટેડ કંપની માલીક વિનીતભાઈ બેડીયાએ મને જાણ કરેલ કે, મને મારા મિત્ર સર્કલ દ્રારા જાણવા મળેલ કે કંપનીના ડીલરો અને સહયોગીઓના સંપર્ક કરી એક મોબાઈલ નંબર પરથી વોટસએપમાં મેસેજ આવેલા છે, જેમા પ્રોફાઈલ પિક્ચરમાં વિનીતભાઈ બેડીયાનાનો ફોટો રાખેલ છે. ઉપરાંત મારે હાલ પૈસાની જરૂરત છે તેમ કહી પૈસાની માંગણી કરતા મેસેજો આવે છે તેવું વિનીતભાઈએ જણાવતા આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી જેની હાલ તપાસ ચાલુ છે.
દરમિયાન ગઇ તા. ૨૧/૦૩/૨૦૨૫ ના રોજ અમારા કંપનીના પણજી ગોવાના ડીલર ગૌતમ શંકરદાસને અજાણ્યા નંબર પરથી વોટસએપ કોલ આવેલ હતો. જેમાં ગઠીયાએ પોતાની ઓળખ વિનીત બેડીયા તરીકે આપી મારો એક મિત્ર રાજકોટથી ગોવા આવેલ છે, જેનું એકસીડન્ટ થયુ છે અને તેમને પૈસાની જરૂરત છે, તો રૂ.1.20 લાખ મોકલી આપજો તેમ કહી બેંક એકાઉન્ટની વિગત મોકલી હતી અને આ પૈસા હું કાલે સવારે તમને પરત આપી દઈશ તેવું કહેતા ગોવાના ડીલરે ગઠીયાએ આપેલ એકાઉન્ટમાં રૂ. 1.20 લાખ ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદ ગત તા.૨૪/૦૩/૨૦૨૫ ના રોજ ગૌતમ શંકરદાસે અમારી કંપનીના સેલ્સ મેનેજ૨ યુવરાજભાઈ કવાડને આ અંગે જાણ કરતા મામલો સામે આવ્યો હતો. જે બાદ ડીલરે ગોવા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં વિનીતભાઈ બેડીયાના આદેશ પર કંપની સાથે જોડાયેલ કર્મચારીઓથી માંડી તમામને આ પ્રકારે ફોન, મેસેજ આવે તો કોઈ વ્યવહાર કરવો નહીં તેવું જણાવતા કંપની કર્મચારી ડેનિશભાઈ રૈયાણી, દર્શનભાઈને ફોન આવ્યાની જાણ થતાં સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળીયાની હાઈવે પર આવેલ મઢુલી હોટલ પર લૂખા તત્વોનો અંદરો અંદર ડખો
March 31, 2025 06:35 PMરીક્ષા ચાલક યુવાનની હત્યા કેસના આરોપીને પકડવામાં પોલીસ સફળ..
March 31, 2025 06:05 PMધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech