પડોશી દંપતિ, પુત્રવધુ સહીત ચારનો મહિલા-સાસુ ઉપર હુમલો

  • March 29, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી રામ સોસાયટીમાં મહિલા અને સાસુને પડોશી દંપતિ સહીત ચાર વ્યક્તિઓએ મારમારતા ઇજા થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પોલીસે મહિલાની ફરિયાદના આધારે પડોશી દંપતિ સહીત ચાર સામે કાર્યવાહી કરી છે.

આરટીઓ પાછળ શ્રી રામ સોસાયટીમાં રહેતા અને ઘરે ઇમીટેશનનું કામ કરતા મમતાબેન રાજુભાઈ પરમાર (ઉ.વ.30)માં રહેતા મમતાબેન રાજુભાઈ પરમાર (ઉ.વ.30) નામની પરિણીતાએ બી-ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં પડોશમાં રહેતા ફરઝાનાબેન કરીમભાઇ ગાદ તેના દીકરો સમીર તેની પત્ની સલમાબેન અને સલમાબેનનો કૌટુંબિક ભાઈ શબીરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે,

અમે ગામડાના હોઈએ અને આ લોકોની બાજુમાં મકાન લીધું હોય જે ફર્ઝનાબેનને ગમતું નહોવાથી પડોશમાં ગાળાગાળી કરતા હતા આથી હું બહાર જોવા નીકળી હતી. દરમિયાન મારા સાસુ પણ પાછળથી આવતા ત્યાં પડોશી સમીર પાસે લોખંડનો પાઇપ હતો એ મારા માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યા હતા.મારા સાસુ વચ્ચે પડતા તેને પણ સમીરે હાથમાં ઘા માર્યો હતો. ફરજાનાબેન અને તેની પુત્રવધુએ મને ઢીકાપાટુનો મારમાર્યો હતો. એવામાં સલમાબેનનો ભાઈ શબીર આવી જતા તે પણ ગાળો આપવા લાગ્યો હતો અને અહીં તમને રહેવા દેવા નથી અને નહિ માનો તો તમને જાનથી મારી નાખીસ તેમ ધમકી આપી હતી. ઝગડો થતા માણસો ભેગા થઇ ગયા હતા અને મને અને મારા સાસુને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના ડોકટરે આંખ પાસે ઓપરેશન આવશે અને ટાકા લીધા હતા. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ પરથી પડોશી બે મહિલા સહીત ચાર વ્યક્તિ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application