પાકિસ્તનના પૂર્વ PMની ધરપકડની અટકળો વચ્ચે ફરી પોલીસ પર હુમલો, 9 જવાનોના ઘટના સ્થળે જ મોત

  • March 06, 2023 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનમાં ફરી એકવાર આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ થયો છે. હુમલાખોરે પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. હુમલામાં 9 પોલીસ અધિકારીઓના મોત થયા છે. પાકિસ્તાન પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આજરોજ (6 માર્ચ) દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં એક આત્મઘાતી બોમ્બરે પોલીસ ટ્રક સાથે મોટરસાઇકલ અથડાવી હતી, જેમાં નવ પોલીસકર્મીઓના મોત થયા હતા.

પ્રવક્તા મહમૂદ ખાન નોટીઝાઈએ જણાવ્યું હતું કે હુમલો બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાથી લગભગ 160 કિમી પૂર્વમાં આવેલા સિબ્બીમાં થયો હતો.

પાકિસ્તાનમાં આતંકીઓએ ફરી એકવાર સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને હુમલો કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ત્યારે થયો જ્યારે બલૂચિસ્તાન પોલીસના જવાનો ડ્યુટી પરથી પરત ફરી રહ્યા હતા. આત્મઘાતી હુમલામાં 9 પોલીસકર્મીઓના મોત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે હુમલામાં ઓછામાં ઓછા 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી હુમલાખોર મોટરસાઇકલ પર સવાર હતો અને તેણે પોલીસની ટ્રકને ટક્કર મારી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો અને વાહન પલટી ગયું હતું.

બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાથી લગભગ 160 કિમી પૂર્વમાં આવેલા શહેર સિબ્બીમાં હુમલા બાદ ગભરાટનો માહોલ છે. આ આત્મઘાતી હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે લીધી નથી. 

ગયા મહિને કરાચીમાં પણ હુમલો થયો હતો. કરાચી પોલીસ ઓફિસ પર લશ્કરી ગણવેશ પહેરેલા લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન ગોળીબાર થયો હતો. પોઝિશન લઈને પાકિસ્તાની સુરક્ષા દળોએ જવાબી ગોળીબારમાં ટીટીપીના 5 આતંકીઓને ઠાર કર્યા હતા. જો કે આમાં 4 પોલીસ જવાન શહીદ થયા હતા. હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ થયા છે. કરાચી વિસ્તારના આઈજી અને તેમનો સ્ટાફ કેપીઓમાં બેસે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application