વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદનથી એકનાથ શિંદે બાદ ઉદ્ધવ ઠાકરેની પણ તીખી પ્રતિક્રિયા, કોંગ્રેસની ડીનર પાર્ટીમાં જવાની ભણી 'ના' !

  • March 27, 2023 05:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે આપેલા નિવેદનથી ખુદ કોંગ્રેસી નેતાઓ પણ નારાજ છે. રાહુલ ગાંધીના નિવેદન પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમજ ઠાકરે ગ્રુપના સાંસદોએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ડિનર પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

મલ્લીકાર્જૂન ખડગેએ આજે (27 માર્ચ) સાંજે તેમના ઘરે તમામ વિરોધ પક્ષોના સાંસદો માટે ડિનર રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સાંસદ સંજય રાઉતે પુષ્ટિ કરી છે કે વીર સાવરકરના અપમાનના મુદ્દે તેમની પાર્ટીના કોઈપણ નેતા ડિનરમાં હાજરી આપશે નહીં. વાસ્તવમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે (25 માર્ચ) પીસી દરમિયાન કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી નથી. ગાંધી કોઈની માફી માંગતા નથી.

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપ સહિત અનેક પાર્ટીઓએ તેમનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ભાગીદાર ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ આ નિવેદનથી નારાજ છે. સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણી અંગે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ સાવરકરનું અપમાન સહન નહીં કરે. 14 વર્ષ સુધી તેને જેલમાં અકલ્પનીય યાતનાઓનો સામનો કરવો પડ્યો હતો.
​​​​​​​

ઉદ્ધવ ગ્રુપ, કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન લોકશાહીને બચાવવા માટે કરવામાં આવ્યું છે અને આપણે એક થઈને કામ કરવાની જરૂર છે. રાહુલ ગાંધીને જાણી જોઈને ઉશ્કેરવામાં આવી રહ્યા છે, પરંતુ જો આમાં સમય બગાડવામાં આવશે તો લોકશાહીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. આ મામલે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધી સાવરકરના મુદ્દા પર ચર્ચા કરશે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપી લોકશાહી બચાવવા માટે એકસાથે આવ્યા છે. મહારાષ્ટ્રના હાલના CM એકનાથ શિંદેએ પણ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીને કોઈ મહાર્શ્ત્રની ગલીઓમાં ફરકવા પણ દે.

બીજી તરફ સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકર આપણા અને દેશ માટે આદરનો વિષય છે. આંદામાનમાં 14 વર્ષ સુધી કાળા પાણીની સજા આસાન નથી. આવી ટિપ્પણીનો મહારાષ્ટ્રના લોકો જડબેસલાક જવાબ આપી શકે છે. અમે તમારી સાથે છીએ, પરંતુ વીર સાવરકર અમારી પ્રેરણા છે. સોમવારે બીજેપી-શિવસેનાના સાંસદોએ પણ વીર સાવરકર પર રાહુલ ગાંધીના નિવેદન સામે સંસદમાં શિવાજીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application