યુએસના લાસ વેગાસમાં કાચ જેવો ચમકતો મોનોલિથ ફરી દેખાતા ચચા

  • June 21, 2024 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના લાસ વેગાસથી એક કલાકની દુરી પર આવેલી જગ્યામાં કાચ જેવો ચમકતો થાંભલો દેખાવાથી હડકંપ મચી ગયો છે. તેને મોનોલિથ કહેવામાં આવે છે. આ રહસ્યમયી મોનોલિથના દેખાવવાથી લોકો ચોંકી ઉઠ્યા છે.કોઈને નથી ખબર કે આ મોનોલિથ આખરે આવ્યો ક્યાંથી. તેના પહેલા મોનોલિથને કોરોના સમયે લગભગ 4 વર્ષ પહેલા જોવામાં આવ્યો હતો. જોકે બાદમાં એવું બહાર આવ્યું હતું કે અમુક લોકોએ તે મોનોલીથ ત્યાં મુક્યો હતો. લાસ વેગસ મેટ્રોપોલિટન પોલીસે સોશિયલ મીડિયા પર મોનોલિથની જાણકારી આપી છે.જે હાલમાં ચચર્નિું કેન્દ્ર બન્યો છે.


એક રિપોર્ટ અનુસાર આ મોનોલિથ નેવાદા રણમાં લાસ વેગાસ શહેરથી લગભગ 1 કલાકની દૂરી પર જોવા મળ્યો હતો. લાસ વેગાસ પોલીસ ડિપાર્ટમેન્ટે તેનો ફોટો એક્સ પર પોસ્ટ કર્યો છે. પોલીસે લખ્યું કે આ છે રહસ્યમયી મોનોલિથ, અમે ઘણી વિચિત્ર વસ્તુઓ જોતા હોઈએ છીએ પરંતુ આવું અત્યાર સુધીમાં ક્યારેય નથી જોયું. આ અજીબ છે. અત્યાર સુધી આ કોઈને નથી ખબર પડી કે વિચિત્ર થાંભલો લાસ વેગાસમાં આખરે ક્યાંથી પહોંચ્યો. ડિસેમ્બર 2020માં કોરોના વખતે ફ્રેમોંટ સ્ટ્રીટ કેનોપીની નીચે એક મોનોલિથ જોવા મળ્યું હતું. આ રહસ્ય યુટામાં શરૂ થયું. જ્યારે રણમાં રહસ્યમયી થાંભલો જોવા મળ્યો અને 2020માં કેલિફોર્નિયામાં પણ આ જોવા મળ્યું.હાલના વર્ષોમાં દુનિયાભરમાં મોનોલિથ એક રહસ્યમયી ઘટનાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એક મોનોલિથ ટેક્નીક રીતે પત્થરનો ખંડ છે જેને સામાન્ય રીતે એક સ્તંભના આકારમાં બનાવવામાં આવે છે. જો કે વૈજ્ઞાનિક રીતે આ ઘટનાની તપાસ થાય તો સત્ય વધુ ઉજાગર થાય,

2001: અ સ્પેસ ઓડિસીથી મોનોલિથની કલ્પ્નાની શરૂઆત
આપણા પાળિયા જેવા દેખાતા મોનોલિથની કલ્પ્ના સ્ટેન્લી કુબ્રિકની ફિલ્મ 2001: અ સ્પેસ ઓડિસીમાં પ્રથમ વખત રજુ કરવામાં આવ્યો હતો જેમાં પથ્થરનો મોનોલિથ જયારે પણ જોવા મળે ત્યારે માનવ ઇતિહાસમાં પરિવર્તન આવતું હતું અને યુગ બદલાતો હતો. આ પછી મોનોલિથના કલ્પ્નનો ઉપયોગ અનેક ફિલ્મમાં કરવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News