ઘ્વજાની આખી પઘ્ધતિ માટે ઉંડાણપૂર્વકની તપાસ કરવા માંગણી: ઘ્વજાજી પાછળ પૈસાનો મોટો ખેલ પાડવામાં આવતો હોવાનો ગંભીર આરોપ: આધુનિક પઘ્ધતિથી ઘ્વજાજીનું બુકીંગ કરવા પણ કરાઇ માંગ: લાંબા સમય બાદ ઘ્વજાજીના મુદ્દે કોઇ વ્યક્તિએ સામે આવીને ઉચ્ચતરે કર્યો પત્રવ્યવહાર
દ્વારકાધીશના જગતમંદિરે ચડાવવામાં આવતી ઘ્વજાજી મુદ્દે દ્વારકાના એક રહીશ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘ્વજાજી બાબતે થયેલ અન્યાય તથા ઘ્વજાજી અંગે ચાલતા ભ્રષ્ટાચારને જડમૂળથી નાબુદ કરવાની માંગણી કરી છે, જેને લઇને સમગ્ર દ્વારકામાં સારી એવી ચચર્િ જાગી છે, આ પત્રમાં કેટલીક સ્ફોટક રજૂઆતો પણ કરવામાં આવી છે.
દ્વારકાના કાનદાસબાપુ આશ્રમ પાસે રહેતા જીતેન્દ્ર પી. ડાભી દ્વારા પત્રમાં કરવામાં આવેલી રજૂઆતના મુદ્દા મુજબ ઘ્વજાજી બાબતે અમારી સાથે થયેલ આર્થિક છેતરપીંડી સબબ આપને અરજી કં છું, સાથે જ અમારી બાબત અંગે સ્થાનિક કક્ષાએ કરેલ રજૂઆત અને તપાસમાં દ્વારકાધીશ જગતમંદિરમાં ચડાવવામાં આવતી ઘ્વજાજીમાં સ્થાનીય સંચાલનમાં જબ્બરદસ્ત ભ્રષ્ટાચાર અને કૌભાંડ ચાલતા હોય તેવી અનેક ફરિયાદો ઉઠી હોય, ચાર ધામ પૈકીના એક ધામ અને સપ્તપુરીમાંની એક પુરી દ્વારકાધીશ મંદિરે ઘ્વજારોહણની પઘ્ધતિ તથા મેનેજમેન્ટમાં ચાલતા સડાને આપના સ્તરે ઉંડાણપૂર્વકની તપાસ કરી હિન્દુ સનાતનધર્મીઓની આસ્થાને દરરોજ પહોંચતી ઠેસથી રક્ષણ કરો, તે બાબતે આપને આ અરજી કં છું, મારી અરજીના મુદ્દાઓ આ મુજબ છે.
સૌપ્રથમ મારા સ્વજન સાથે થયેલ છેતરપીંડીનો મુદ્દો રજૂ કં છું, મારા મામા માધાભાઇ કણઝારીયા-ભાટીયા દ્વારા ગત રપ ડિસેમ્બરના રોજ દ્વારકાધીશ જગતમંદિરે શિખર પર 1-એ નંબરની ઘ્વજા ચડાવવામાં આવેલ, જે ઘ્વજાની અંદર ઘ્વજાજીમાં મળતું સર્ટીફીકેટ કે જે કાયદેસર જ્ઞાતિ દ્વારા ઘ્વજાધારકને આપવામાં આવે છે, અમોને મળેલ સર્ટીફીકેટમાં ખરાઇ કરતા જે ઘ્વજાની રીસીપ્ટ તથા સર્ટીફીકેટમાં અન્યનું નામ બોલે છે, જે ખરેખર અન્ય વ્યક્તિ ગૌર હોય, તેની અમોને જાણ નથી, આ ઘ્વજા દ્વારકાના એક અન્ય મહાશય દ્વારા અમોને પ્રાપ્ત થયેલ, જેમાં અમોને ા. 90 હજાર જે તે મહાશયને આપેલ હતા, જે બાબતે જ્ઞાતિ દ્વારા અમોને ા. રપ હજારની રીસીપ્ટ અન્ય મહાશયના નામની મળેલ છે, અમોએ 90 હજાર પિયાનું પેમેન્ટ કર્યું હોવા છતાં માત્ર રપ હજારની રકમ, તે પણ અન્ય મહાશયના નામની રીસીપ્ટ સાથે આપવામાં આવેલ.
આ બાબતની ફોન ઉપર તેમજ અન્ય લગત જવાબદાર વ્યક્તિઓ સાથે તેમજ ઘ્વજા આપનાર સાથે કરતા જ્ઞાતિના ઉચ્ચ હોદ્દેદાર સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમની સાથે રહેલ અન્ય કોઇ ઘ્વજા બાબતની ચચર્િ તથા તેમજ ઘ્વજા બાબતની વધુ જાણકારી બાબતે જવાબદાર વ્યક્તિએ એવું કહ્યું કે, અમો ઘ્વજા વ્હેંચી છીએ અને અમે 4 લાખની ઘ્વજા પણ વ્હેંચી છીએ અને વ્હેચતા રહેશું, તમારી આ ઘ્વજા બાબતે તમોએ જે કરવું હોય તે કરી શકો છો, તેવા અયોગ્ય ભાવ સાથે ઉડાઉ જવાબ આપેલ, જે અંગે અમોએ સંસ્થાના કાર્યવાહક પ્રમુખ સાથે થયેલ ટેલીફોનીક વાતચીતમાં આ બાબતે અરજી કરવાનું જણાવેલ, આમાં કંઇપણ ખોટું હશે અથવા તો કોઇની લાગણી દુભાતી હશે તો આ અંગે કોઇ જવાબદાર સામે અમો યોગ્ય કાર્યવાહી કરશું, તેમ જણાવતા લેખિત અરજી કરેલ, જે અમોએ અરજી સુપ્રત કયર્િ બાદ કોઇ કાર્યવાહી ન થતાં પુન: કાર્યકારી પ્રમુખ સાથે ટેલીફોનીક ચચર્િ કરતા તેઓએ જર પડ્યે બોલાવીશું, અન્યથા આપ આપના સ્થળે કાર્યવાહી કરી શકો છો, તેમ જણાવેલ.
ત્યારબાદ અમારો પક્ષે સાંભળવા પણ જવાબદાર સંસ્થાના હોદ્દેદારોએ આજ સુધી બોલાવેલ નથી, અમો દ્વારા કરાયેલ તમામને પત્રલેખન તેમજ સાધનિક પુરાવાની નકલ આપના રેફરન્સ માટે બીડેલ છે, આ સાથે થયેલ આર્થિક છેતરપીંડી બાદ અમો દ્વારા સંબંધિત ઘ્વજાજી આરોહણ અંગે મેનેજમેન્ટ સંભાળતી સંસ્થા તેમજ ઘ્વજાજી આરોહણ સાથે જોડાયેલા સાથેના સમન્વય દરમ્યાન અમારી જાણમાં આવેલ, ઘ્વજાજીની આરોહણમાં મોટાપાયે કૌભાંડ ચાલતું હોવા અંગે અન્ય સીનીયર સીટીઝન દ્વારા ફરિયાદ કરાયેલ છે, આ ઉપરાંત વખતોવખત ઘ્વજાના કૌભાંડ બાબતે ફરિયાદ ઉઠેલ છે, જે આપની સાધારણ તપાસમાં સામે આવી જાય છે, દ્વારકાધીશ જગતમંદિરે દરરોજ 6 ઘ્વજાજી ચડાવવામાં આવે છે, તે પૈકી બે ઘ્વજાજી તત્કાલ ગણાય છે.
ઘ્વજાનું આશરે 10 વર્ષ કે તેથી વધુ સમય માટે બુક કરી લેવામાં આવી છે, આ અંગે અમારી જાણમાં આવ્યા મુજબ હાલમાં ચેરીટી કમિશ્નરમાં હાલની બોડીના અધિકારીઓના નામ ચડેલ ન હોય, આમ છતાં અનઅધિકૃત રીતે આ ઘ્વજાજીનું લાંબા અંતરનું બુકીંગ કરી લેવામાં આવ્યું છે, તે અંગે તપાસ કરાઇ તો પણ અલગ જ કૌભાંડ બહાર આવે તેમ છે.
દ્વારકાધીશ મંદિરે અનેક ભાવિકો પાસે તત્કાલ ઘ્વજાજી ચડાવવા ઇચ્છુક પાસેથી નિયત રકમ કરતા અનેકગણી રકમ આસ્થાના નામે સેરવી લેવાય છે અને ઘ્વજાજીને બ્લેકમાં વહેચવામાં આવતી હોવાના એકથી વધુ બોલતા પુરાવા આપની તપાસમાં ખુલ્લે તેમ છે, આ ઉપરાંત 10 વર્ષ માટે બુક કરાયેલ ઘ્વજાઓનું પણ એનાલીસીસ થાય તો અંગત મળતીયાઓ પાસેથી જ આવી ઘ્વજાઓ પૈસા દેતા મળી જતી હોય છે અને બહુ મર્યિદિત ઘ્વજા કાયદેસર રીતે બુક થયેલ હોય એવું અમાં માનવું છે.
આ મામલે તમામ આધારોને તપાસીને આપના સ્તરેથી યોગ્ય કાર્યવાહી કરી દ્વારકા યાત્રાધામમાં હિન્દુ ધર્મની આસ્થા સાથે છેડછાડ સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પગલા લેશે એવી અમોને દ્રઢ શ્રઘ્ધા છે, તેમ પત્રમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech