મોરબીમાં ડાર્ક ફિલ્મ લગાડનાર, નિયમોનો ભંગ કરનાર પાસેથી ૧.૩૮ લાખનો દંડ વસુલાયો

  • May 06, 2023 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા તેમજ ડાર્ક ફિલ્મ લગાડી વાહન ચલાવતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરીછે અને કુલ ૩૨૩ કેસો કરીને સ્થળ પર ૧.૩૮ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે જીલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે રેંજ આઈજી અને જીલ્લા પોલીસવડાની સુચનાથી પીઆઈ વી એમ લગારીયા, પીએસઆઈ ડી બી ઠક્કરના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા અને શહેર ખાતે ટ્રાફિક શાખાના કર્મચારીઓએ ત્રણ દિવસ દરમિયાનઅલગ અલગ પોઈન્ટ અને વિસ્તારમાં વાહન ચેકિંગ કરી એમ.વી. એક્ટના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ કર્ય્વ્હાઈ કરીહતી જેમાં ડાર્ક ફિલ્મ લગાડીને ચલાવતા ૫૦ વાહનચાલકોના વાહનોની ડાર્ક ફિલ્મ સ્થળ પર ઉતારી ડાર્ક ફિલ્મ રાખવા બદલ દંડ કરવામાંઆવ્યોહતો તેમજ ચાલુ મોબાઈલે ડ્રાઈવિંગ કરનાર ૨૯ વાહન ચાલકો અને હાઈવે પર હેલ્મેટ વગર ટૂ વ્હીલર ચલાવતા ૧૩ વાહનચાલકોઅને રસ્તામાં અડચણરૂપ પાર્કિંગ કરતા ૩૭ વાહનચાલકો, આરટીઓ માન્ય નંબર પ્લેટ વગતના ૯ વાહનચાલકો મળીને અલગ અલગનિયમભંગ કરનાર કુલ ૩૨૩ સામે કેસ કરવામાં આવ્યા હતા અને સ્થળ પર રૂ ૧,૩૮,૪૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો ડ્રાઈવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતા ૨૮ વાહનચાલકોના વાહન ડીટેઈન કરી મેમો આપવામાં આવેલ તેમજ પુરઝડપે વાહનચલાવનાર સામે પણ કેસો કરવામાં આવ્યા હતા તેમ ટ્રાફિક શાખાની યાદીમાં જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application