તમારી ધીરજ અને સાહસ પ્રેરણારૂપ: મોદી

  • November 29, 2023 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રમિકો સાથે ફોન પર વાતચીત કરી તેમના સ્વાસ્થ્યની જાણકારી લીધી અને તેમને પ્રોત્સાહન આપ્યું. પ્રધાનમંત્રી મોદીએ રેસ્ક્યૂ ટીમના વખાણ કરતા કહ્યું કે તેમની બહાદુરી અને સંકલ્પ- શક્તિએ આપણા શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે. તેમણે શ્રમિકોના વખાણ કરતા કહ્યું હતું કે, તમારી ધીરજ અને સાહસ બધા માટે પ્રેરણાપ છે.


શ્રમિકોને મળશે એક લાખ રૂપિયા

ટનલમાંથી બહાર આવેલા મજૂરો માટે વધુ એક રાહતના સમાચાર છે. ઉત્તરાખંડના સીએમ ધામીએ કામદારો માટે વળતરની જાહેરાત કરી છે. સરકાર તમામ મજૂરોને 1 લાખ રૂપિયાની સહાય કરશે. તે ઉપરાંત આ તમામ કામદારોને 20 દિવસની રજા પણ આપવામાં આવશે.


બાબા બૌખનાગનું ભવ્ય મંદિર બનશે
ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે આજનો દિવસ મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. અમને ભગવાન બૌખ નાગ દેવતામાં શ્રદ્ધા હતી. તેમનું મંદિર પણ બનાવવામાં આવશે. સિલ્ક્યારા-બડકોટ ટનલનો એક ભાગ 12 નવેમ્બરે તૂટી પડ્યો હતો.


સિલ્કયારા ટનલ દુર્ઘટના બનશે કેસ સ્ટડી

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજેન્દ્ર રતનુએ જણાવ્યું હતું કે સિલ્ક્યારા ટનલ અકસ્માત સમગ્ર દેશ માટે કેસ સ્ટડી બની જશે. એનઆઈડીએમ ભવિષ્યમાં ટનલ બાંધકામમાં આપણે કઈ સાવચેતી રાખવી જોઈએ અને ખામીઓ કેવી રીતે દૂર કરવી તે અંગે સંપૂર્ણ પ્રકરણ તૈયાર કરશે. છઠ્ઠી ગ્લોબલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા રાજેન્દ્ર રતનુએ જણાવ્યું હતું કે દેશમાં જ્યાં પણ ટનલ બનાવવામાં આવશે, અમારો પ્રયાસ રહેશે કે બાંધકામ સાથે સંકળાયેલી એજન્સીઓ અને વિભાગો સાથે પહેલાથી જ તૈયાર મોડ્યુલની ચચર્િ કરીને આગળ વધે. રતનુએ કહ્યું કે આ અભ્યાસ હિમાલય ક્ષેત્રમાં રસ્તા અને ટનલના નિમર્ણિમાં મહત્વપૂર્ણ સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application