સોશિયલ મીડિયા પર લોકો ખુલ્લેઆમ કોઈ પણ બાબત વિશે તેમના સારા અને ખરાબ અભિપ્રાય વ્યક્ત કરતા હોય છે. ત્યારે જો આનાથી કોઈને દુઃખ થાય છે તો ઓનલાઈન ચર્ચા થાય છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે બે બાજુ વહેંચાઈ જાય છે. તાજેતરમાં એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબરને ટ્વિટર પર તેની પોસ્ટને કારણે આવી જ ચર્ચા અને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે @_FlipMan ID સાથે જેફ નામની વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર ભારતીય ફૂડ પ્લેટની તસવીર પોસ્ટ કરી. તેના કેપ્શનમાં તેણે લખ્યું- 'ભારતીય ખોરાક આખી પૃથ્વી પર શ્રેષ્ઠ છે. જો તમે ઇચ્છો તો આ બાબતે મારી સાથે ચર્ચા કરી શકો છો.
જેફની આ પોસ્ટને ટાંકીને, @SydneyLWatson ID નામ સાથે ડૉ. સિડની વોટસને લખ્યું - 'ના, એવું બિલકુલ નથી'. આગળની પોસ્ટમાં તેણે લખ્યું- 'જો તમારે તમારા ભોજનને ખાવા યોગ્ય બનાવવા માટે તેમાં ગંદા મસાલા ઉમેરવા પડે, તો તમારું ભોજન સારું નથી.'
સિડનીની આ પોસ્ટ પર માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશીઓએ પણ તેમના પર પ્રહારો કર્યા અને કહ્યું કે અમે તમારી સાથે સહમત નથી. લોકોએ કમેન્ટ્સમાં તેની ખૂબ ટીકા કરી હતી. કોઈએ લખ્યું- 'સિડનીના મોંમાં સ્વાદ બડ્સ નથી. એટલે તેને દોષ ન આપો.' એકે લખ્યું- 'કોને ફેર પડે છે? તમે ફક્ત બાફેલા બટેટા ખાવા માટે યોગ્ય છો, અમે અમારું સ્વાદિષ્ટ ભોજન લઇએ છીએ. એક યુઝરે લખ્યું - 'ભારતમાં તમને 5 હજાર પ્રકારની વાનગીઓ મળશે જ્યારે પશ્ચિમી દેશોમાં તમને ભાગ્યે જ 10 મળશે.'
એકે લખ્યું - આ 'ગંદા મસાલા'એ દુનિયાને ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવી છે. બીજાએ મજા લેતા હોય એ રીતે લખ્યું - યુરોપિયન દેશો ભારતમાં આ મસાલાના વેપાર પર નિયંત્રણ મેળવવા માટે લડતા હતા. એક યુઝરે કહ્યું, 'ભારતીય ખોરાક એ સંસ્કૃતિ, પરંપરા અને પ્રેમની ઉજવણી છે. જો તમને તે ગમતું નથી, તો તેમાં તમારું નુકસાન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech