જેતપુરમાં પત્ની, ડ્રાઈવર પ્રેમી દ્રારા પતિ ઉપર છરીથી હુમલો

  • November 28, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં રહેતા એક વેપારી યુવાનની પત્નીને તેની કાર ચલાવતા ડ્રાઇવર સાથે પ્રેમ થઈ ગયો. પરપુષ સાથે  વ્યાભિચારથી પત્ની લાજવાને બદલે પ્રેમી કહે તેમ કરવાનું ખેલ જેનો પતિએ ઇન્કાર કરતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ઢીકાપાટુનો માર મારી પ્રેમીએ પતિના હાથમાં છરી મારી દીધાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. શહેરના અમરનગર રોડ પર અભિષેક નગરમાં રહેતા ફ્રેનિશ ભુછડા નામનો યુવાન કાપડની દલાલીનો વ્યવસાય કરે છે. આ યુવાને તેની કાર ચલાવવા માટે અયાજ ઇસ્માઇલ બાલાગામી નામના ખોડપરા વિસ્તારમાં રહેતા શખ્સને ડ્રાઇવર તરીકે રાખેલ હતો. આ દરમિયાન ફ્રેનિશની પત્ની રિદ્ધિબેનને આ ડ્રાઇવર સાથે આખં મળી ગયેલ જેની જાણ પતિને થઇ જતા આજથી પાંચ મહિના પહેલાં ડ્રાઇવરમાંથી અયાજને છૂટો કરી દીધો હતો. અયાજને ડ્રાઇવર તરીકે છૂટો કરી દેતા પત્નીએ પોત પ્રકાશ્યુ અને પતિ ફ્રેનિશને કહે કે મારે અયાજ સાથે પ્રેમ સંબધં છે તમે ભલે તેને ડ્રાઇવરમાંથી છૂટો કર્યેા પરંતુ તે ઘરે આવશે જ. આ સાંભળી પતિ અવાક રહી ગયો અને હવે તેની નજર સામે પત્ની પ્રેમીને મળવા લાગી અને આ બાબતે તે કઈ બોલશે તો તેને અને ચાર વર્ષના પુત્રને મારી નાંખીશ તેવી અયાજે ધમકી આપેલ. જેથી પતિની નજર સામે જ રિદ્ધિ અયાશી કરવા લાગી આ કામલીલાની વાત ડરના માર્યેા પતિ કોઈને કહી પણ શકતો ન હતો.
એવામાં પરીવાર સાથે દિવ ફરવા જવાનું થતા રિદ્ધિએ પતિ ફ્રેનિશને કહેલ કે, અયાજ પણ આપણી સાથે આવશે અને આપણા મમાં જ રહેશે. વ્યાભિચારની હદ ચુકાવી ગયેલ પત્નીને પતિએ કાકલૂદી કરી કે બહારગામ સાથે ન હોય પણ તેણી એકની બે ના થઇ અને સવારે યારે ફ્રેનિશ ઘરે હતો ત્યારે અયાજ આવેલ અને ફ્રેનિશને ધમકાવેલ કે રિદ્ધિ કહે તેમજ કરવાનું અને રિદ્ધિ કહે કે અયાજ કયે તેમ જ કરવાનું. અંતે ફ્રેનિશ કંટાળી હિંમત એકઠી કરીને અયાજને સાથે લઈ જવાની ના પાડતા બંને ઉશ્કેરાય ગયા અને ફ્રેનિશને ઢીકાપાટુનો માર મારવા લાગેલ. અને પતિને પત્નીને પકડી રાખતા પ્રેમીએ નેફામાંથી છરી કાઢી પેટમાં મારવા જતા ઘા ચુકાય જતા ફ્રેનિશને હાથમાં લાગી ગઈ જેથી તેણે રાડારાડ કરી મુકતા પાડોશીઓ દોડી આવ્યા હતાં. આ જોઈ અયાજ ત્યાંથી ચાલ્યો જતા ફ્રેનિશ સારવાર માટે સરકારી હોસ્પીટલે આવી અયાજ અને પત્ની રિદ્ધિ સામે સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application