નરોડા હત્યાકાંડનો ૨૧ વર્ષ પછી ચુકાદો

  • April 20, 2023 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેસમાં માયાબેન કોડનાની અને બાબુ બજરંગી સહિત કુલ ૬૯ આરોપી :



2002ના રમખાણો દરમિયાન નરોડા ગામમાં અલ્પસંખ્યક સમુદાયના 11 સભ્યોની હત્યાના કેસમાં આજે અમદાવાદની સ્પેશીયલ કોર્ટ ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની અને બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગી સહિત ૬૯ આરોપીઓ સામે ચુકાદો સંભળાવશે. . આ કેસમાં કુલ 86 આરોપીઓ હતા, પરંતુ તેમાંથી કેટલાક લોકોનું સુનાવણી દરમિયાન કુદરતી રીતે મોત થઇ ગયા હતા. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 143 (ગેરકાયદેસર એસેમ્બલી), 147 (હુલ્લડો), 148 (ઘાતક હથિયારો સાથે રમખાણ), 129B (ગુનાહિત કાવતરું) હેઠળના ગુનાઓને લઈ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


ગોધરામાં ટ્રેનને આગચંપીની ઘટનામાં અયોધ્યાથી પરત ફરી રહેલા 58 યાત્રીઓના મોતના એક દિવસ પછી 28 ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદ શહેરના નરોડા ગામમાં રમખાણો ફાટી નીકળ્યા હતા અને તેમાં ઓછામાં ઓછા 11 લોકોના મૃત્યુ થયા હતા. પ્રિન્સિપલ સેશન્સ જજ એસ.કે. બક્ષીની કોર્ટે આ કેસમાં ચુકાદાની તારીખ 20 એપ્રિલ નક્કી કરી હતી અને આરોપીને તે દિવસે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.


ગોધરામાં ટ્રેન સળગાવવાની ઘટના બાદ તોફાનો થયા હતા. આ સંદર્ભે નરોડા ગામમાં પણ હિંસા થઈ હતી. ત્યારે બાબુ બજરંગીનું નામ સામે આવ્યું હતું. તેમનું સાચું નામ બાબુભાઈ પટેલ છે. તે સમયે બાબુ બજરંગી બજરંગ દળ સાથે સંકળાયેલા હતા. બાદમાં તેઓ વીએચપી અને શિવસેનામાં જોડાયા હતા.


સ્પેશિયલ પ્રોસિક્યુટરના જણાવ્યા પ્રમાણે, 2010માં શરૂ થયેલી અને લગભગ 13 વર્ષ સુધી ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન અને ડિફેન્સે અનુક્રમે 187 અને 57 સાક્ષીઓની તપાસ કરી હતી, આ દરમિયાન 5 જજો બદલાયા હતા.


સપ્ટેમ્બર 2017 માં, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માયા કોડનાની માટે બચાવ પક્ષના સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા. માયા કોડનાનીએ કોર્ટને વિનંતી કરી હતી કે ઘટના સ્થળે તેની ગેરહાજરી સાબિત કરવા માટે અમિત શાહને સમન્સ મોકલવામાં આવે. જેથી એ સાબિત થઇ શકે કે તે ગુજરાત વિધાનસભામાં અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર હતી અને નરોડા ગામ જ્યાં હત્યાકાંડ થયો હતો ત્યાં નહીં.

પ્રોસિક્યુશન દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓમાં પત્રકાર આશિષ ખેતાન દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનનો વીડિયો સૌથી મહત્વનો પુરાવો છે. જેમાં બાબુ બજરંગી કથિત રીતે મુસ્લિમોને જાતે માર્યા હોવાનું કહેતો સભળાય છે. તેમજ સંબંધિત સમયગાળા દરમિયાન કોડનાની, બજરંગી અને અન્ય લોકોની કોલ ડિટેલ્સ સામેલ છે.


બાબુ બજરંગી સ્ટિંગ ઓપરેશન બાદ ચર્ચામાં આવ્યા હતા. જેમાં તેમણે વીર મહારાણા પ્રતાપ જેવા કેટલાક કામ કર્યા હોવાનો ખુલાસો કર્યો હતો. બજરંગીએ પણ સ્વીકાર્યું હતું કે રમખાણો દરમિયાન તે નરોડામાં હાજર હતા. બજરંગીને માર્ચ 2019માં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. તો માયા કોડનાની ગુજરાતના પૂર્વ મંત્રી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application