ઉનાળો જામતા રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવક ઘટી, ભાવ વધ્યા, જાણો એક કિલોનો ભાવ

  • March 21, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળો જામતાની સાથે રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો નોંધાયો છે અને ભાવ વધવા લાગ્યા છે. હાલ સુધી સિંગલ ડિજિટમાં રહેલા અનેક શાકભાજીના ભાવ ડબલ ડિજિટમાં પહોંચી ગયા છે. ટમેટા, કાકડી સહિતની નાસિકથી અને લીંબુની ચેન્નાઇથી આયાત શરૂ થઇ છે.


રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના હોલસેલર વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે હજુ એક પખવાડિયા સુધી ધીમી ગતિએ આવકો ચાલુ રહેશે ત્યાં સુધી ભાવ જળવાયેલા રહેશે પરંતુ એપ્રિલ માસથી ચૈત્રી દનૈયા તપતાની સાથે જ આવકમાં વધુ ઘટાડો અને ભાવમાં વધારો થશે. હજુ સ્થાનિક આવકો સારા પ્રમાણમાં થઇ રહી છે પરંતુ એપ્રિલથી અન્ય જિલ્લા અને અન્ય રાજ્યના આયાતી શાકભાજીની આવક વધશે. કેરીની સીઝન શરૂ થશે ત્યારબાદ શાકભાજીની લેવાલી પણ ઘટશે.


યાર્ડમાં આજનો પ્રતિ કિલોનો ભાવ

  • લીંબુ ૮૦થી ૧૧૦
  • ગુવાર ૪૦થી ૭૦
  • ચોળી ૫૦થી ૬૦
  • ચોળા ૩૫થી ૪૦
  • દૂધી ૧૨થી ૧૫
  • ભીંડો ૨૫થી ૪૦
  • રીંગણા ૧૦થી ૨૦
  • કોબીજ ૩થી ૪૦
  • ઘીસોડા ૪૦થી ૫૦
  • તોતા કેરી ૩૦થી ૩૫
  • કેસર કેરી ૫૦થી ૭૦
  • મરચા ૧૦થી ૧૫
  • વટાણા ૩૨થી ૩૫
  • વાલોર ૨૦થી ૩૦
  • વાલ ૪૦થી ૪૨


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application