ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 471 અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં

  • March 27, 2025 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકારે વર્ષ 2023 દરમિયાન ભ્રષ્ટાચાર અને ગેરરીતિ સામે કડક કાર્યવાહી કરી છે. તકેદારી આયોગની ભલામણોને પગલે સરકારે કુલ 471 અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધાં છે.


આ પગલાંમાં વર્ગ-1ના 108 અધિકારીઓ, વર્ગ-2ના 190 અધિકારીઓ અને વર્ગ-3ના 167 કર્મચારીઓનો સમાવેશ થાય છે.


શિક્ષાત્મક પગલાંની વિગતો:

ફરજ મોકૂફી (સસ્પેન્શન): વર્ગ-1ના 6, વર્ગ-2ના 9 અને વર્ગ-3ના 7 અધિકારી-કર્મચારીઓ સામે ફરજ મોકૂફી અથવા સસ્પેન્શન જેવી કાર્યવાહી કરવામાં આવી છે.

પેન્શન કાપ: વર્ગ-1ના 73, વર્ગ-2ના 119 અને વર્ગ-3ના 85 અધિકારી-કર્મચારીઓ સામે પેન્શન કાપની કાર્યવાહી કરવામાં આવી છે.

નાની સજા: વર્ગ-1ના 29, વર્ગ-2ના 62 અને વર્ગ-3ના 75 અધિકારી-કર્મચારીઓને નાની સજા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application