IPLમાં એક યુવતીએ પ્લેકાર્ડ દર્શાવતા ઉર્વશી રાઉતેલા ખિજાઇ

  • April 07, 2023 08:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અકસ્માત બાદ ઋષભ પંતને સ્ટેડિયમમાં જોઇ ફેન્સ થયા હતા ખુશ
  • યુવતી અને ઉર્વશીની પોસ્ટ વાઇરલ થતાં નેટિઝન્સે એક્ટ્રેસને કરી ટ્રોલ


દર વર્ષે યોજાતા પ્રોફેશનલ ક્રિકેટના મહાકુંભ IPL 16ની તાજેતરની દિલ્હી કેપિટલ અને ગુજરાત જાયન્ટસ વચ્ચેની મેચમાં ટીમ ઇન્ડિયાના વિકેટ કિપર બેટસમેન ઋષભ પંતે હાજરી આપી હતી. ગયા વર્ષે અકસ્માત થયા બાદ તે પહેલી વખત સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં પંતની હાજરીના ઘણા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે, દર વખતની જેમ ફરી વાર તેના નામ સાથે ઉર્વશી રાઉતેલાનું નામ ઉછળ્યું હતું.


લાંબા સમય બાદ ઋષભ જાહેરમાં જોવા મળ્યો હતો. તેની રિકવરીના કારણે ચાહકો ખૂબ ખુશ છે. મેચ દરમિયાન કેમેરામાં એક યુવતી કેપ્ચર થઈ હતી. તેના હાથમાં પ્લે કાર્ડ હતું અને તેના પર લખ્યું હતું કે ભગવાનનો આભાર કે ઉર્વશી અહીં નથી. થોડા સમયમાં જ આ યુવતીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.


સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પોસ્ટ પર ઉર્વશીએ પણ રિએક્શન આપ્યું. તેણે યુવતીનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને યુઝર્સને સવાલ પૂછ્યો હતો તેણે કહ્યું કે શા માટે આવું? આ પોસ્ટની થોડી મિનિટોમાં જ તે પણ વાયરલ થઈ હતી. યુઝર્સ તેના પર રીએકટ કરવા લાગ્યા હતા.


ઉર્વશીની પોસ્ટ પર રિએક્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, આવું એટલા માટે કે ઋષભભાઈને નજર લાગી જાત. બીજાએ લખ્યું, કાર્ડમાં રાઉતેલા લખેલું નથી, તેથી ચિલ. અન્ય એક ઈન્સ્ટા યુઝરે લખ્યું, આ મામલો PM પાસે જવો જોઈએ. કેટલાક લોકો આ પોસ્ટ પર ઉર્વશીને ટ્રોલ કરી તો કેટલાકે તેને સપોર્ટ પણ આપ્યો છે.


એવુ કહેવાય છે કે અગાઉ ઋષભ પંથ અને ઉર્વશી વચ્ચે સંબંધો હતા. પરંતુ આ સંબંધો લાંબા સમય સુધી ટક્યા નહોતા. આ દરમિયાન ઉર્વશી એ સોશિયલ મીડિયા પર અવારનવાર આરપીના નામથી પોસ્ટ કરી હતી. જેના કારણે તે પોસ્ટનું વૃષભ પંત સાથે સંબંધ હોવાનું ચર્ચાવા લાગ્યું હતું.



 ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ તેમજ ટ્વિટરમાં પણ ઉર્વશીની પોસ્ટ વાયરલ થતી હતી. ખાસ કરીને "આરપીએ મારી રાહ જોઈ" પોસ્ટના કારણે અનેક ચર્ચા થઈ હતી. તે સમયાંતરે સ્ટેડિયમમાં મેચ જોવા પણ જતી હતી. હવે ફરી તેની પોસ્ટ ચર્ચામાં છે. આ પહેલા ઋષભ પંતના અકસ્માત સમયે ઉર્વશીએ કરેલી પોસ્ટના કારણે પણ ઘણા તર્ક વિતર્કો થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application