શાપરમાં સરદાર હાઈટસમાં યુવક પર રહેવાસી મહિલા સહિતનો હુમલો

  • September 20, 2024 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શાપરમાં કિસાન પપં નજીક સરદાર હાઇટસ વીંગ સી–૫૦૪માં રહેતાં અને કાર–લે વેંચનો ધંધો કરતા યતીનભાઇ કાંતિલાલ મારડીયા (ઉ.વ.૩૨)નામના યુવક રાત્રે નવેક વાગ્યે એપાર્ટમેન્ટના પાકિગમાં હતાં એપાર્ટમેન્ટમાં રહેતા સુધીર, પુનમબેન સહિતના અજાણ્યાએ ઝઘડો કરી ધોકા પાઇપ વડે માર મારતાં ઇજા થવાથી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી. આ અંગે યતીન ભાઈના કહેવા મુજબ અમે ભાડુઆત તરીકે લેટમાં રહીએ છીએ અને તેના મેઇન્ટેનેન્સના પૈસા ઉઘરાવી તેનો હિસાબ અમને એપાર્ટમેન્ટનું કરતા હરતા આપતા ન હોઈ આ બાબતે અગાઉ બોલાચાલી થઇ હતી રાત્રીના મારા પરિચિત આવતા હોવાથી તેની રાહ જોઈને પાકિગમાં ઉભો હતો ત્યારે ત્યાં રહેતા કાકા આવ્યા હતા અને અગાઉની બોલાચાલી થયેલી હોઈ તેનું સમાધાન કરી લેવાનું કહેતા હતા દરમિયાન મેં તેને સમાધાન નથી કરવું પછી વિચારીશું કહેતા સુધીર અને પૂનમબેન અને ટેનિસ સાથેના અજાણ્યા માણસોએ આવી ઝગડો કરી ધોકા પાઇપ વડે હત્પમલો કર્યેા હતો. બનાવ અંગે શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application