ઉપલેટામાં રહેતા મહિલાએ હાડફોડી ગામે રહેતા શખસ સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી છે.મહિલાના પતિએ આ શખસ પાસેથી લાકડાના ધંધા માટે .૭૦ હજાર વ્યાજે લીધા હતાં.બાદમાં .૫૦ હજાર ચૂકવી દીધા હતાં.ત્યાર બાદ બીમારીની સારવારમાં પૈસા ખર્ચ થઇ જતા બાકીની રકમ ચૂકવી ન શકતા .૨.૫૦ લાખની માંગણી કરી મકાન પર કબજો કરી લેવાની ધમકી આપતો મહિલાએ આ ફરિયાદ નોંધાવી હતી.
ઉપલેટામાં રહેતા શેરબાનુ આમદભાઇ ઉનડ(ઉ.વ ૪૫) નામના મહિલાએ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાડફોડી ગામે રહેતા સાહિલ હબીબભાઇ સમાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ અહીં એકલા રહે છે અને તેમના પતિ બે વર્ષથી લાલપુરમાં રહે છે. સાડ ત્રણ વર્ષ પૂર્વે ફરિયાદીના પતિને લાકડાનો ધંધો શ કરવો હોય જેથી પૈસાની જરીયાત હોવાથી સાહીલ પાસેથી .૭૦ હજાર વ્યાજે લીધા હતાં.બાદમાં મહિલા તથા મહિલાના પતિએ મળી આ સાહીલને .૫૦ હજાર ચૂકવી દીધા હતાં. બાકીના નિકળતા પૈસા ચૂકવવા પણ તૈયાર હતાં.
દરમિયાન મહિલાને હૃદયની તકલીફ થતા ઓપરેશન કરાવ્યું હતું તેમાં પૈસા ખર્ચ થઇ જતા તેઓ બાકીની રકમ ચૂકવી શકાઇ ન હતી.જેથી આ સાહિલ વારંવાર ઘરે આવી મહિલાને ધમકીઓ આપી ગાળો બોલી પઠાણી ઉઘરાણી કરે છે.
દરમિયાન મહિલા ગઇકાલે કામથી બહાર જતી હતી ત્યારે મારા ઘર પાસે ચોકમાં સાહિલ કાળા કલરની સ્કોર્પીયો લઇને આવ્યો હતો.અને કહ્યું હતું કે તારો પતિ કયાં છે જીવે છે કે મરી ગયો? તેમ કહી બેફામ ગાળો ભાંડી કહ્યું હતું કે તારે મુદલ અને વ્યાજ સહિત .૨.૫૦ લાખ ચૂકવવાના છે ચૂકવી આપો નહીંતર હત્પં તને તથા તારા પતિને જાનથી મારી નાખીશ અને સાંજ સુધીમાં તારા મકાનનો કબજો હું ગમે તેમ કરીને મેળવી લઇશ પોલીસ પણ મા કઇં બગાડી નહીં શકે તેવી ધમકી આપી હતી.જેથી મહિલાએ આ અંગે ઉપલેટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
સાહિલના ડરથી મહિલાનો પતિ બે વર્ષથી ઘરે નથી આવ્યો
શેરબાનુબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સાહિલ સમા ઘરે આવી વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપતો હોય જેથી તેના ડરના લીધે તેમના પતિ આમદભાઇ ઉપલેટા છોડી લાલપુરમાં રહે છે.આ શખસના ડરથી તેણે છેલ્લા બે વર્ષથી ઘરે આવતા નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ અવકાશમાંથી દેખાતો મહાકુંભનો મનમોહી લે એવો નજરો, જોવો તસ્વીરો
January 22, 2025 04:18 PMસિવિલના ડાયાલિસિસ સેન્ટરમાં વર્ષમાં ૨૦ હજારને સારવાર
January 22, 2025 03:42 PMકેકેવી બ્રિજ નીચે ગેમઝોન બને તો જોયા જેવી–કોંગ્રેસ ગેમ ઝોન પ્રોજેકટ સાકાર થઇને રહેશે–જયમીન ઠાકર
January 22, 2025 03:41 PMરૂડાએ હોડિગ બોર્ડ ફીના દર ઘટાડયા એડ એજન્સીઓને લાભકર્તા નિર્ણય
January 22, 2025 03:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech