પોરબંદર નજીકના રાણાવાવ ગામના કોળી સમાજના અગ્રણી અને રાજકીય વર્ચસ્વ ધરાવતા આગેવાનનું નિધન થતા તેમને શ્રધ્ધાંજલિ પાઠવવા પૂર્વ સાંસદ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મૂળ વતન સુરેન્દ્રનગર અને રાણાવાવને કર્મભૂમિ બનાવનાર, પોરબંદર જિલ્લા કોળી સમાજના મહામંત્રી, જાંબુવાન ગુફાના ટ્રસ્ટના ટ્રસ્ટી, રાણાવાવ નગરપાલિકાના ઉપપ્રમુખ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા અને જાણીતા પત્રકાર બાબુભાઇ ચૌહાણનું તાજેતરમાં રાણાવાવ ખાતે નિધન થતા પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
છેલ્લા ત્રણ દાયકાઓથી કોળી સમાજમાં વ્યાપ્ત કુરિવાજો, અંધશ્રધ્ધા અને વ્યસન નાબુદી માટે સૌરાષ્ટ્રના ગામડા ખુંદીને ક્ધયા કેળવણીનો વ્યાપ વધારવામાં તેઓનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું હતું. સાલસ, પરગજુ, વિદ્યામાં પારંગત હોવાના કારણે પોરબંદર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકોના હૃદયસ્થ રહ્યા હતા.
પોરબંદર જિલ્લા સમસ્ત કર્મચારી મંડળના રામભાઇ બગીયાના અધ્યક્ષસ્થાને રાણાવાવ ખાતેના તેમના નિવાસસ્થાને મળેલી શોકસભામાં જિલ્લા કોળી સમાજરત્ન કેળવણીકાર ડો. ઇશ્ર્વરભાઇ ભરડાએ અંજલિ આપતા જણાવ્યુ હતુ કે બાબુભાઇ એટલે ખંત અને ખમીરની કહાણી, બાબુભાઇનું સ્થાન કોઇ લઇ શકશે નહી, બાબુભાઇની વિદાયથી સમાજને પ્રેમાળ, પથદર્શક મોભીની ખોટ પડી છે.
ઉપલેટા બક્ષીપંચ છાત્રાલયના સ્થાપક અને ઉપલેટા તાલુકા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઇ વિરમગામા, પોરબંદર તાલુકા કોળી સમાજ કર્મચારીમંડળ પ્રમુખ નારણભાઇ બામણીયા, પોરબંદર છાયા ન્યૂ ઘેડીયા કોળી સમાજના પ્રમુખ દેવાયતભાઇ વાઢીયા સહિત જિલ્લાભરના અગ્રણીઓએ સદ્ગતના પુત્રો સુનિલભાઇ, નિકુંજભાઇને સાંત્વના પાઠવીને બાબુભાઇની સામાજિક, રાજકીય, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રની પ્રવૃત્તિને યાદ કરી બે મિનિટનું મૌન શોક સંદેશ પાઠવી, પાળી શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech