મહાનગરપાલિકામાં ઢોર રજિસ્ટ્રેશન માટે માલધારીની લાઇન લાગી, ૫૦૦ અરજી

  • December 29, 2023 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં રખડું ઢોરની સમસ્યા ઉકેલવા માટે આગામી તા.૧લી જાન્યુઆરીને સોમવારથી હાઇકોર્ટ અને સરકારના માર્ગદર્શન મુજબની નવી ગાઈડલાઈન અમલી થનાર છે જેમાં શહેરમાં રહેતા જે પશુપાલકો પાસે ઢોર રાખવા માલિકીની જગ્યા નહીં હોય તેમજ ઢોરનું રજિસ્ટ્રેશન કરાવ્યું નહીં હોય તેમણે સોમવારથી પશુઓને શહેર બહાર ખસેડવા ફરજિયાત છે. આથી આજે મહાપાલિકા કચેરીમાં ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવા માટે માલધારીઓની લાઇન લાગી હતી.


વિશેષમાં મહાપાલિકાના એનિમલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટના ચીફ વેટરનરી ઓફિસર ડો.બી.એલ. જાકાસણીયાએ જણાવ્યું હતું કે, હવે રજીસ્ટ્રેશનની મુદ્દત પૂર્ણ થવા આડે ફકત એક દિવસ બાકી રહ્યો છે, આવતીકાલે શનિવારે વકિગ ડે છે અને ત્યારબાદ મુદ્દત પૂર્ણ થવાના અંતિમ દિવસ તા.૩૧મીએ રવિવાર આવી જાય છે આથી આજે અરજી કરવા માટે વધુ ધસારો રહ્યો હતો.નવો નિયમ અમલી થયાથી આજ બપોરે સુધીમાં ઢોર રજિસ્ટ્રેશન માટે કુલ ૫૦૦ અરજીઓ આવી છે. આજે સવારે ૫૦થી વધુ પશુપાલકો રજિસ્ટ્રેશન માટે આવ્યાનું તેમણે ઉમેયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application