ભારતના લોકો ચા પીવાનું પસદં કરે છે. દેશમાં પેકેડ ચા વેચતી બે મોટી કંપનીઓ એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ) અને ટાટા કન્યુમર પ્રોડકટસ લિમિટેડ ટૂંક સમયમાં જ ચાના ભાવમાં વધારો કરવા જઈ રહી છે. બિઝનેસ ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ચાનો ઘટતો સ્ટોક અને વધતી કિંમત તેની કિંમતો પર અસર કરી શકે છે અને ટૂંક સમયમાં મોટી કંપનીઓ તેની કિંમતોમાં વધારો કરી શકે છે. તેની સીધી અસર સુપરમાર્કેટમાં ઉપલબ્ધ ચાના ભાવ પર પડશે અને ગ્રાહકોને વધુ પૈસા ખર્ચવા પડશે.
આસામ અને પશ્ચિમ બંગાળ દેશમાં સૌથી વધુ ચા ઉત્પાદક રાયો છે. બંને રાયોમાં ચાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે, જેની અસર આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધી ચાના ઉત્પાદન પર જોવા મળી રહી છે. છેલ્લા છ મહિનામાં દેશમાં ચાનું કુલ ઉત્પાદન ૧૩ ટકા ઘટીને ૫.૫૩ ટન થયું છે. તેની અસર હવે ચાના ભાવ પર જોવા મળી રહી છે. ઇન્ડિયન ટી એસોસિએશનના ડેટા અનુસાર, ઉત્તરના રાયોમાં ચાની હરાજીના ભાવમાં ૨૧ ટકા અને દક્ષિણના રાયોમાં ૧૨ ટકાનો વધારો થયો છે. ઉત્તર ભારતમાં ચાની કિંમત ૨૫૫ પિયા અને દક્ષિણમાં ૧૧૮ પિયા સુધી પહોંચી ગઈ છે. આ કારણોસર, ટાટા અને એચયુએલ જેવી કંપનીઓએ તેમની ખરીદેલી ચાની માત્રામાં ઘટાડો કર્યેા છે. તેની સાથે કંપનીના પ્રોફિટ માર્જિન પર પણ તેની અસર જોવા મળી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટાટા હવે હરાજી કેન્દ્રને બદલે સીધા ખેતરોમાંથી ચા ખરીદવાનું પસદં કરી રહી છે.
એચયુએલના પ્રવકતાએ કહ્યું કે આ સિઝનમાં ચાની કિંમતમાં વધારો થયો છે અને તેની સીધી અસર ચાના ખરીદ ભાવ પર જોવા મળી રહી છે. ચા કોમોડિટી લિન્કડ કેટેગરીમાં આવે છે, તેથી કંપનીએ તેની કિંમતો પર નજર રાખવી જરી છે. કંપની તેના ગ્રાહકો અને તેના નફા બંને વિશે વિચારશે. આ મામલે ટાટા કન્યુમર પ્રોડકટસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
નોંધનીય છે કે પેકેડ ચા વેચતી એફએમસીજી કંપનીઓ ટાટા કન્યુમર અને હિન્દુસ્તાન યુનિલિવર તેમની આવકનો મોટો હિસ્સો ચાના વેચાણ દ્રારા કમાય છે. આંકડા અનુસાર, એચયુએલની કમાણીનો ૨૫ ટકા હિસ્સો ચાનો છે. યારે ટાટા કન્યુમર પ્રોડકટસ તેના પીણાંના કારોબારના ૫૮ ટકા ચાના બિઝનેસમાંથી પૂર્ણ કરે છે. પરંતુ ખાસ વાત એ છે કે બંને કંપનીઓ તેમની ચાથી થતી આવક અંગે અલગથી ખુલાસો કરતી નથી. આવી સ્થિતિમાં ચાના કારોબાર પર આ વધારાની કેટલી અસર પડશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.ટાટા કન્યુમર પ્રોડકટસ ટાટા ટી, ટેટલી, ટીપીગ્સ અને ટાટા સ્ટારબકસ જેવી વિવિધ બ્રાન્ડનું સંચાલન કરે છે. યારે લિપ્ટન, તાજમહેલ, બ્રુક બોન્ડ અને બ્રુ જેવી બ્રાન્ડ એચયુએલ હેઠળ આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech