ખાનકોટડામાંથી ૧૫ લોખંડના વિજપોલની ચોરી

  • April 12, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં એકી સાથે વધુ ત્રણ વાહનોની ઉઠાંતરી

જામનગર શહેર અને જિલ્લામાં તસ્કર ટોળકી ફરી સક્રિય બની છે. કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામની સીમમાંથી ખાનગી કંપની દ્વારા રાખવામાં આવેલા રૂપિયા ૧,૩૫,૦૦૦ ની કિંમતના ૧૫ નંગ લોખંડના પોલની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. આ ઉપરાંત જામનગર શહેરમાં જુદા જુદા ત્રણ વિસ્તારમાંથી ૩ વાહનોની ચોરી થઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં પાયોનીયર કંપનીના પવનચક્કીના લોકેશન નંબર ત્રણ તરફ જવાના રસ્તામાં ખુલી જગ્યામાં લોખંડના ૧૫ જેટલા પોલ રાખવામાં આવ્યા હતા, ત્યાંથી કોઈ તસ્કરો લોખંડના તમામ પોલની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે કંપનીના કર્મચારી અવધેશભાઇ જેઠાભાઈ શિરે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં કુલ ૧.૩૫ લાખની કિંમતના લોખંડના પોલ ચોરી થઈ ગયાનું જાહેર કર્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
 જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે. જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાંથી હિતેશભાઈ લાલજીભાઈ સોનગરાની માલીકીનું ગ્રાઉન્ડ કલરનું એકટીવા નં. જીજે૧૦સીકે-૨૦૨૦ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી  ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
જયારે જય સોસાયટીમાંથી પરેશભાઈ વલ્લભભાઈ ચોવટીયાની માલિકીનું જ્યુપિટર મોટર સાયકલ નં. જીજે૧૦સીએ-૮૦૮૯ કોઇ શખ્સ હિંગળાજ હોલની સામેથી ચોરી કરી લઈ ગયો હોવાનું પોલીસમાં જાહેર કરાયું છે.
 આ ઉપરાંત કૃષ્ણનગર નજીક શક્તિ સોસાયટી શેરી નંબર-૩ માંથી પણ હિતેશભાઈ રાજેશભાઈ પિત્રોડાની માલિકીનું એકસેસ નં. જીજે૧૦સીએમ-૫૨૨૪ ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application