ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત ૩ મહિનાથી વધતા ભાવના ટ્રેન્ડ પર આજે બ્રેક લાગી છે. ૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા મહિને મહિલા દિવસ ૨૦૨૪ ના અવસર પર સરકારે ઘરેલુ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. યારે આજે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૨ પિયાનો ઘટાડો કર્યેા છે. આ સાથે સતત ત્રણ મહિનાથી ચાલી રહેલ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો પણ બધં કરી દેવામાં આવ્યો છે. બીજી બાજુ ઘરેલુ સિલિન્ડરના ભાવ સ્થિર છે. તેમાં કોઈ વધ–ઘટ કરાઈ નથી.
આ પહેલા માર્ચમાં સિલિન્ડરના ભાવમાં ૨૫.૫૦ રુપિયાનો વધારો થયો હતો. જયારે ફેબ્રુઆરીમાં ૧૪ પિયા અને જાન્યુઆરીમાં ૧.૫૦ પિયાનો વધારો થયો હતો. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સ્થાનિક એલપીજીના ભાવ યથાવત છે.
આઇઓસીએલ અનુસાર, દિલ્હીમાં ૧૯ કિલો એલપીજી સિલિન્ડરની કિંમત આજથી ૧૭૬૪.૫૦ પિયા થઈ ગઈ છેજયારે પહેલા આ સિલિન્ડર ૧૭૯૫ પિયામાં મળતું હતું. આ સિવાય કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત કપાત બાદ હવે ૧૮૭૯ પિયા થઈ ગઈ છે. તે જ સમયે, પહેલા આ સિલિન્ડર ૧૯૧૧ પિયામાં મળતું હતું. હવે આ સિલિન્ડરની કિંમત મુંબઈમાં ૧૭૧૭.૫૦ પિયા થઈ ગઈ છે, પહેલા તેની કિંમત ૧૭૪૯ પિયા હતી. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ચેન્નાઈમાં ૧૯૩૦.૦૦ પિયામાં ઉપલબ્ધ થશે.
ઓએમસીએ એવિએશન યુઅલના ભાવમાં પણ ઘટાડો કર્યેા છે. ઉડ્ડયન ઈંધણના ભાવમાં આશરે . ૫૦૨.૯૧કિલોની રાહત મળી છે. તે જ સમયે, ગયા મહિને ભાવમાં રૂ .૬૨૪.૩૭ પ્રતિ કિલોગ્રામનો વધારો થયો હતો. હવાઈ ઈંધણના નવા ભાવ પણ આજથી લાગુ થઈ ગયા છે.કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ મહિને પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી આ મહિને શ થઈ રહી છે અને જૂન સુધી ચાલશે.
ગયા મહિનાની શઆતમાં, ઘરેલુ એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ભેટ મળી હતી, યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા દિવસ (૮ માર્ચ ૨૦૨૪) ના અવસર પર એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ પિયાની છૂટની જાહેરાત કરી હતી. તેના એક દિવસ પહેલા એટલે કે ૭ માર્ચે મોદી સરકારે એલપીજી સિલિન્ડરના મામલે સામાન્ય લોકોને રાહત આપી હતી. ત્યારબાદ કેબિનેટે ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી પીએમ ઉવલા યોજનાના લાભાર્થીઓને ૩૦૦ પિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech