ધરતી નહિ ધાબા પર ખેતી : ટેરેસ ગાર્ડનનો રાજકોટમાં વધતો ક્રેઝ, દર મહિને 100થી 150 લોકો વળી રહ્યા છે ટેરેસ ગાર્ડનિંગ તરફ

  • July 25, 2023 05:23 PM 

પહેલા લોકો પોતાના ઘરની ટેરેસને માત્ર ફૂલોના છોડ લગાવીને સજાવતા હતા, પરંતુ હવે કુંડામાં ફળો અને શાકભાજી ઉગાડીને રસોડાની જરૂરિયાતો પૂરી થઈ રહી છે. આજકાલ ઘરના ધાબા પર ગાર્ડન બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, આપણી આજીવિકા ખેતી પર નિર્ભર છે. ખેતી ગામડા સુધી સીમિત હતી પણ હવે એવું રહ્યું નથી. શહેરમાં પણ હવે બાગકામની પ્રથા વધી રહી છે. ત્યારે રાજકોટમાં પણ ટેરેસ ગાર્ડનનો કન્સેપ્ટ લોકો અપનાવી રહ્યા છે. પહેલા કરતા અત્યારના સમયમાં ટેરેસ ગાર્ડનિંગનો ક્રેઝ રાજકોટમાં વધી રહ્યો છે. 


કોરોના કાળ લોકો માટે મુશ્કેલીનો સમય હતો. એવામાં રાજકોટના લોકો આ મુશ્કેલીના સમયમાં પણ કંઇક નવું કરી આગળ વધી રહ્યા છે. દર મહિને રાજકોટ શહેરમાં 100થી 150 લોકો એવા છે જે ટેરેસ ગાર્ડનિંગ તરફ આગળ વધી રહ્યા છે. આ માટે મારૂતિ ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાનો પણ બહોળો ફાળો છે. આ સંસ્થા લોકોને ટેરેસ ગાર્ડનિંગ માટે પ્રેરે છે. ખાસ કરીને અત્યારના યુવાનો અને વડીલો આ તરફ આગળ વધી રહ્યા છે. મહત્વનું છે કે, ફક્ત નજીવી કિંમતે લોકો ટેરેસ ગાર્ડનિંગ કરી અત્યારે કમાણી પણ કરતા હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application