ગુજરાત સરકાર દ્રારા કલાર્ક તલાટી કે સચિવાલય કારકૂન ની જગ્યા માટે અરજી મંગાવવામાં આવે તો લાખોની સંખ્યામાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવે છે પરંતુ જીપીએસસી દ્રારા તબીબ ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી જેમાં એક પણ ઉમેદવારે અરજી કરી નથી જે મેડિકલ ક્ષેત્રે સરકારી નોકરી માં નહીં પરંતુ ખાનગી પ્રેકિટસમાં તબીબોને રસ હોવાનો પ્રસ્થાપિત કરે છે પરિણામે ગુજરાત જાહેર સેવા આયોગે અરજી મંગાવવાની મુદતમાં વધારો કરવો પડો છે.
બીજા સેકટરોમાં ઉમેદવારો આમ તો ખાનગીને બદલે સરકારી નોકરી માટે પડાપડી કરતા હોય છે પણ આપણું મેડીકલ સેકટર કદાચ એવું છે યાં તબીબોને સરકારી નોકરી કરતા ખાનગી નોકરીમાં વધુ રસ હોય એવું લાગે છે, કારણ કે ગુજરાત રાય જાહેર સેવા આયોગ દ્રારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની ૨૯ જેટલી જગ્યાઓ પર ભરતીની જે જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે કોઈ તબીબે રસ દાખવ્યો નથી.
આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લ ી તારીખ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ હતી. જો કે, ઓનલાઈન આવેદન કરવાની નિયત તારીખ સુધીમાં કોઈ ઉમેદવારોએ અરજી ન કરતા આયોગ દ્રારા ભરતીના ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી છે. રાયમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની વિવિધ વિષયોના પ્રાધ્યાપક વર્ગ ૧ અને સહ–પ્રાધ્યાપક, વર્ગ ૧ની જગ્યા પર ભરતી કરવા માટે ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ૨૧ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ ભરતીમાં વિવિધ સંવર્ગ માટે ૨૯ જેટલી જગ્યાઓ હતી. જેમાં પે મેટિ્રક લેવલ ૧૩ હેઠળનો પગાર હોવા છતાં પણ ઉમેદવારોએ અરજી કરી ન હતી. ત્યારબાદ આયોગ દ્રારા અરજી માટેની તારીખ લંબાવવામાં આવી છે.
કેટલાક તબીબોનું કહેવું છે કે, આ જગ્યા માટે પ્રાઈવેટ સેકટરમાં સારા પ્રમાણમાં સેલેરી મળે છે. સરકાર દ્રારા અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટિંગ આપવામાં આવતું હોય છે, યારે પ્રાઈવેટ સેકટરમાં મોટેભાગે મેટ્રો સિટીમાં નોકરી હોય છે. સુપર સ્પેશ્યાલિટીમાં ફેસિલિટી વધુ હોવાથી સરકારી ભરતીની જગ્યાએ ઉમેદવારો પ્રાઈવેટ સેકટર વધુ પસદં કરતા હોય છે.
ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલના જણાવ્યાનુસાર ઉમેદવારો ન મળતા જાહેરાત ક્રમાંક ૯૦–૯૬૨૦૨૪–૨૫ કાર્ડિયોલોજી, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, સીટીસર્જરીના પ્રાધ્યાપક અને કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, સજીર્કલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના સહપ્રાધ્યાપક, જીએસએસ વર્ગ૧ માટે અરજી કરવાની તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએલચીના ભાવમાં વધારો: ઉત્પાદન ઘટાડા અને વધતી માંગની અસર
December 19, 2024 12:18 AMવન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના, અનુરાગ ઠાકુર સહિત આ સાંસદોનો સમાવેશ
December 18, 2024 11:38 PMH1- B Visa Rules: અમેરિકા જનારાઓ માટે સારા સમાચાર! વિઝાના નિયમો બદલાયા
December 18, 2024 11:36 PMમુંબઈમાં બોટ અકસ્માત: નૌકાદળના 3 જવાનો સહિત 13ના મોત, 101નો બચાવ
December 18, 2024 09:52 PMજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech