ધ કેરલ સ્ટોરી બનાવનારાને જાહેરમાં ફાંસીએ લટકાવોઃ NCP નેતા

  • May 10, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મહારાષ્ટ્રના પૂર્વ મંત્રીએ કહ્યુ- ફિલ્મમાં એક રાજય અને તેની મહિલાઓનું અપમાન
  • જિતેન્દ્ર આવ્હાડેનું કહેવું છે કે આવી ફિલ્મ ચૂંટણી જીતવા માટે બનાવવામાં આવે છે


અદા શર્માની ફિલ્મ ધ કેરલ સ્ટોરી પર વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ ફિલ્મને લઇને દરરોજ નવા-નવા વિવાદ સામે આવી રહ્યા છે. મધ્ય પ્રદેશ બાદ તેને યુપીમાં ટેક્સ ફ્રી કરવામાં આવી ચુકી છે. તો કેરળ અને પશ્ચિમ બંગાળ,તામિલનાડુમાં પણ ફિલ્મને થિયેટર્સમાં બેન કરી દેવામાં આવી છે.


હવે NCP નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે આ ફિલ્મને લઇને નિવેદન આપ્યું છે. NCP નેતાએ કહ્યું કે, ધ કેરલ સ્ટોરીના નામથી એક રાજ્ય અને તેની મહિલાઓને બદનામ કરવામાં આવી. 32 હજારનો ખોટો આંકડો આપવામાં આવ્યો. આ કાલ્પનિક ફિલ્મને બનાવનારાને સાર્વજનિક રૂપથી ફાંસી આપવામાં આવવી જોઈએ.


NCP નેતાએ કહ્યું કે, કેરળના નામ પર રીલિઝ થયેલી ફિલ્મ જુઠાણાની પરાકાષ્ઠા છે. કેરળમાં હકીકત કંઈક અલગ જ છે. વિદેશોમાંથી ભારતમાં જે પૈસા આવે છે, તેના 36 ટકા કેરળના લોકો મોકલે છે. કેરળના લોકોએ વિદેશોમાંથી ગત વર્ષે 2.36 લાખ કરોડ રૂપિયા મોકલ્યા હતા. કેરળનો સાક્ષરતા દર 96 ટકા છે, જ્યારે ભારતમાં 76 ટકા છે. કેરળમાં ગરીબી રેખાથી નીચે રહેનારા લોકો 0.76 ટકા છે, જ્યારે તે દેશમાં 22 ટકા છે. કેરળમાં શિશુ મૃત્યુ દર 6 ટકા છે. જ્યારે, આસામમાં 42 ટકા અને ઉત્તર પ્રદેશમાં 46 ટકા છે. કેરળની પ્રતિ વ્યક્તિ આવક ભારતની સરખામણીમાં સાત ટકા વધુ છે.


ફિલ્મમાં 32 હજાર મહિલાઓની સ્ટોરી વિશે ફિલ્મના નિર્માતાનું પોતે એવુ કહેવુ છે કે, સ્ટોરી માત્ર 3 મહિલાઓની જ છે. ફિલ્મને ચલાવવા માટે 32 હજાર મહિલાઓની સ્ટોરીનો દાવો કરવામાં આવ્યો હતો. શું તમે પોતાની મહિલા બહેનોને બદનામ કરવા માંગો છો?



ધ કેરલ સ્ટોરી ફિલ્મમાં એવુ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, અમારી મહિલા બહેનો મૂર્ખ છે અને તેમને કોઈ જ જાણકારી નથી. પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં મહિલાઓને તેમના કરતા ઓછી આંકવામાં આવી છે. આ છે કેરળ પર આધારિત ફિલ્મનું અસલી સત્ય. આવી ફિલ્મો જુઠાણાના આધાર પર હિંસા, નફરત પેદા કરવા અને તેના જ દમ પર ચૂંટણી જીતવા માટે બનાવવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application