રાય સરકારના બજેટમાં રાયના ધાર્મિક અને પ્રવાસન સ્થળને વધુમાં વધુ વિકસિત કરવાની સાથે દેશ–વિદેશમાંથી લાખોની સંખ્યામાં આવતા યાત્રિકોની સુવિધા વધારવા માટે વિશેસ ધ્યાન આપવામાં આવ્યું છે. આ માટે સરકારે ,૨૦૯૮ કરોડના બજેટની જોગવાઈ કરી છે. જેમાં સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠે આવેલા બીચ પર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને લઈ બીચને વધુ ડેવલોપ કરવામાં આવનાર છે. જેમાં સૌરાષ્ટ્ર્રના આંતરરાષ્ટ્ર્રીય સ્તરે ખ્યાતિ પામેલા બ્લૂ લેગ બીચ શિવરાજપુર, સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્રારકા બીચ વગેરેના સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાવાગઢ, અંબાજી અને શ્રી બહત્પચરાજી શકિતપીઠના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. દેશની સાન ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે સરકારે વિષેસ ભાર મુકયો છે.?
પ્રવાસન ક્ષેત્રે જાહેરાત–જોગવાઈ
આંતરરાષ્ટ્ર્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ ૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ.
– સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્રારકા બીચ વગેરેના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ.
– નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાયના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે ૧૪૫ કરોડના આયોજન પૈકી ૪૦ કરોડની જોગવાઇ.
– અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે ૧૭૦ કરોડના આયોજન પૈકી ૪૫ કરોડની જોગવાઇ.
– અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે ૫૦ કરોડના આયોજન પૈકી ૧૦ કરોડની જોગવાઇ.
– જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે ૧૦૦ કરોડના આયોજન પૈકી ૩૦ કરોડની જોગવાઇ.
– જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્કલપચર, સ્કાય વોકના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૮૦ કરોડની જોગવાઇ.
– ભારત સરકારની પહેલ ટ્રાવેલ ફોર લાઇફ ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, એમઆઈસીઈ પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા ૧૫ કરોડની જોગવાઇ.
–જૂનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાયનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે ૨૦૦ કરોડના આયોજન પૈકી ૩૫ કરોડની જોગવાઇ.
– ધરોઇ બધં પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે ૪૮૦ કરોડનું આયોજન. તે પૈકી ૧૦૦ કરોડની જોગવાઇ.
– પાવાગઢ યાત્રાધામના સવાગી વિકાસ અર્થે કુલ ૧૨૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબક્કાની કામગીરી પૂર્ણ થયેલી છે. ત્રીજા અને ચોથા તબક્કામાં કુલ ૨૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
– અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ ૧૧૭ કરોડના ખર્ચે આયોજન.
– શ્રી બહુચરાજી શકિતપીઠના વિકાસ માટે ૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
–સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા ૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન
– વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે ૭૯ કરોડની જોગવાઈ.
– ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવા તથા એર કનેકિટવિટી વધારવા નવા એરપોર્ટએરસ્ટ્રીપ બનાવવા માટે ૨૫ કરોડની જોગવાઇ.
– નાના શહેરોઆંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેકિટવિટીના ધ્યેય સાથે રાય સરકારની વીજીએફ યોજના હેઠળ ૪૫ કરોડની જોગવાઈ.
– ભારત સરકારના ઉડે દેશ કા આમ નાગરીકના વિઝન અંતર્ગત ચલાવાતી રિજિનિયલ કનેકિટવિટી સ્કીમના માધ્યમથી એર કનેકિટવિટી પૂરી પાડવા અન્ય રાયો સાથે જોડવા માટે ૪૦ કરોડની જોગવાઈ.
વિભાગ વાઈઝ બજેટમાં ફાળવણી(કરોડમાં)
સામાજિક ન્યાય અને અધિકારીતા ૬૧૯૩
શ્રમ કૌશલ્ય–રોજગા ર૨૬૫૯
શિક્ષણ ૫૫૧૧૪
આરોગ્ય અને પરિવાર કલ્યાણ ૨૦૧૦૦
મહિલા અને બાળ વિકાસ ૬૮૮૫
અન્ન નાગરિક પૂરવઠા ૨૭૧૧
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ૭૬૭
પંચાયત અને ગ્રામ વિકાસ ૧૨૧૩૮
શહેરી વિકાસ૨ ૧૬૯૬
ઉર્જાપેટ્રોકેમિકલ ૮૪૨૩
માર્ગમકાન ૨૨૧૬૩
બંદરો અને વાહન વ્યવહા ર૩૮૫૮
સરદાર સરોવર યોજના ૪૭૯૮
પાણી પૂરવઠા ૬૨૪૨
સૂમ સિંચાઈ ૨૫૦૦
વિજ્ઞાન અને પ્રોધોગીકી ૨૪૨૧
કૃૃષિ ખેડૂત કલ્યાણ, સહકા ર૨૨૧૯૪
પશુપાલન ૪૨૫
ઉધોગ અને ખાણ ૯૨૨૮
પ્રવાસન, યાત્રાધામ, નાગરિક ઉડીયન ૨૦૯૮
વનપર્યાવરણ ૨૫૮૬
કલાઈમેટ ચેન્જ ૧૧૬૩
ગૃહ વિભાગ ૧૦૩૭૮
કાયદા૨ ૫૫૯
મહેસૂલ ૫૧૯૫
સામાન્ય વહિવટ ૨૨૩૯
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂા.૨૦,૧૦૦ કરોડની ફાળવણી
સર્વે સન્તુ નિરામયા:ની ભાવના સાથે સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે. સરકારે આરોગ્ય ક્ષેત્રે માળખાકીય સગવડો સુદ્રઢ કરવા ઉપર ભાર મૂકેલ છે. પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિટી સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીના કારણે થતાં રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા તેમજ માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકી તેમના આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વિવિધ યોજનાઓ દ્રારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના .૧૫,૧૮૧ કરોડના બજેટમાં ૩૨.૪૦%નો નોંધપાત્ર વધારો કરી આગામી વર્ષ માટે .૨૦,૧૦૦ કરોડની જોગવાઇ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે સૂચવવામાં આવ્યા છે.
મહત્વની જાહેરાત–જોગવાઈ
– પીએમજેએવાય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે ૩૧૧૦ કરોડની જોગવાઇ.
– મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ–સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે ૨૩૦૮ કરોડની જોગવાઇ.
– જીએમઈઆરએસ સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે ૧૦૦૦ કરોડની જોગવાઇ.
– આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ માટે ૪૨૦૦ કરોડના ખર્ચે શ કરાયેલ શ્રે ગુજરાત પ્રોજેકટ અંતર્ગત '૩૫૦ કરોડની જોગવાઈ.
– સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલ હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે '૧૦૦ કરોડની જોગવાઇ.
– એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે '૭૬ કરોડની જોગવાઇ.
– યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે '૬૦ કરોડની જોગવાઇ.
– માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને '૧૫ હજાર તેમજ આશા બહેનોને '૩ હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે '૫૩ કરોડની જોગવાઈ.
– ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શ કરવા માટે '૪૦ કરોડની જોગવાઇ.
– આયુષ સેવાઓ અધતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એકસલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ '૪૮૨ કરોડની જોગવાઇ.
– કામદાર રાજય વીમા યોજના હેઠળ ૧૫ લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે '૨૨૧ કરોડની જોગવાઇ
પોલીસની તિસરી આંખ સીસીટીવી કેમેરા માટે રૂા.૧૨૦ કરોડ ખર્ચાશે
રાજય સરકાર દ્રારા પોલીસને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે હેલ્પફત્પલ કે આશિર્વાદરૂપ બની રહેલા સીસીટીવી કેમેરાથી શહેરોને વધુ સુરક્ષિત કરવા માટે વિશ્ર્વાસ પ્રોજેકટ હેઠળ રૂા.૧૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાયના અલગ અલગ શહેરોમાં જયાં જરૂરિયાત વિશેષ દેખાય ત્યાં સીસીટીવી કેમેરાઓથી સુરક્ષા વધુ સુદ્રઢ બનાવાશે.ગૃહ વિભાગ હેઠળના વિશ્ર્વાસ પ્રોજેકટ અંતર્ગત રૂા.૧૨૦ કરોડની થયેલી ફાળવણીથી હવે કેમેરાઓની કામગીરી સોંપવામાં આવશે. સીસીટીવીથી પોલીસને કોઈ સ્થળે ગુના બન્યા હોય તો તુરત જ ગુનેગારો સુધી પહોંચવાની મદદ મળી રહેશે અથવા તો સીસીટીવી મારફતે ગુનાઓ બનતા પણ પોલીસ ત્વરિત પણે અટકાવી શકે છે. આ કેમેરાઓ થકી ટ્રાફિક વ્યવસ્થાઓ જાળવવામાં પણ પોલીસને મહત્વપૂર્ણ મદદ મળી રહે છે. સરકાર દ્રારા સીસીટીવી કેમેરાના વિશ્ર્વાસ પ્રોજેકટને વિશેષ રૂપથી પ્રાધાન્ય સાથે નાણા ફાળવાયા છે.
પાણી પુરવઠાના વિકાસ કામો માટે ૬૨૪૨ કરોડની ફાળવણી
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતના નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫નું બજેટ રજૂ કયુ છે. આજે નાણામંત્રી દ્રારા ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ૩.૩૨ લાખ કરોડથી વધુનું બજેટ વિધાનસભામાં રજૂ કયુ છે. બજેટમાં સૌથી વધુ પ્રાધાન્ય યુવાઓ, ખેડૂતો અને મહિલાઓને અપાયું છે. બજેટમાં પાણી પુરવઠા પ્રભાગ માટે ૬૨૪૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે અને જળસંપત્તિ પ્રભાગ માટે ૧૧,૫૩૫ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજયના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળસુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શ કરેલ વોટરગ્રીડના સારા પરિણામો મળ્યા છે. સારી ગુણવત્તાના સરફેસ વોટર મળતા લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર્ર વિસ્તારમાં પીવાના પાણીના માળાખાને સુદ્રઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે ઢાંકાથી માળીયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન ૧૨૦૦ કરોડના ખર્ચે નાખવાની યોજના હાથ ધરવાની નાણામંત્રી દ્રારા જાહેરાત કરાઈ છે.નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ સેશન દરમિયાન જણાવ્યું હત કે, આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૫૦૬૨ ગામોને સરફેસ સોર્સ આધારિત જુથ યોજનાઓમાં આવરી લેતી અંદાજિત ૬૫૦૦ કરોડની સુધારણા તથા નવીન જુથ યોજનાના કામો પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ ૧૧૨૨ કરોડની જોગવાઇ કરાઈ છે, જેમાં ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જુથ પાણી પુરવઠા યોજના અંદાજિત ૮૬૬ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન છે.
સૌરાષ્ટ્ર્રના જિલ્લાઓ માટે ૮૫ કિ.મી. લાંબી બલ્ક પાઇપલાઇન પૂર્ણતાના આરે
સૌરાષ્ટ્ર્ર વિસ્તારમાં પીવાના પાણીની જરીયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલ્લભીપુર નર્મદા બ્રાંચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, નાવડા–બોટાદ–ગઢડા–ચાવંડ, બુધેલ–બોરડા, ચાવંડ–ધરાઇ–ભેંસાણ અને ચાવંડ–લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે, આ આયોજન અંતર્ગત બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડાથી ચાવડં સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૬૪૪ કરોડના કામો પૂર્ણતાના આરે છે અને અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ છે. જુનાગઢ જિલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની ૬૩ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ ચાલી રહ્યા છે. ઉપરાંત ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત ૧૨૦૦ કરોડના કામોનું આયોજન કરાયું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ
January 23, 2025 11:06 AMપદ્મશ્રી આચાર્ય પૂ. ચંદનાજી મહારાજના જન્મોત્સવે દિક્ષા અંગીકાર કરશે માનવી બેન જૈન
January 23, 2025 11:04 AMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણીઓ સંદર્ભે આચારસંહિતા લાગુ
January 23, 2025 10:58 AMઘુનડા: સત મણીમાની અનતં યાત્રાની વાટથી ભકતોમાં ઘેરો શોક
January 23, 2025 10:56 AMગોંડલ: ભુરાબાવા ચોરાનું અયોધ્યા ચોક નામકરણ કરાયું
January 23, 2025 10:54 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech