ધ કેરલ સ્ટોરીના ડિરેક્ટરની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ કરાયો

  • May 27, 2023 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • સુદિપ્તો સેનની તબિયત બગડતા ફિલ્મનું પ્રમોશન અને અન્ય કામ અટકાવાયા
  • અગાઉ ડિરેક્ટર અને ફિલ્મની એક્ટ્રેસ અદા શર્માને મળી હતી ખતમ કરવાની ધમકી


વિવાદાસ્પદ ફિલ્મ ધ કેરલ સ્ટોરી રિલીઝ થઇ ત્યારથી કોઇને કોઇ કારણે ચર્ચામાં છે. ફિલ્મની લીડ એક્ટ્રેસ અદા શર્માને ધમકી હોય કે તેની કોન્ટેક્ટ ડિટોઇલ લીક થવાનો મામલો, ફિલ્મ પર પ્રતિબંધ અને તેને ટેક્સ ફ્રી કરવાની વાત કે ડિરેક્ટરને અપાયેલી ધમકી. આ બધી વાતો ચર્ચાઇ ગઇ. હવે ફિલ્મના બંગાળી ડિરેક્ટર સુદિપ્તો સેનની તબિયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ આવી રહ્યા છે.


ફિલ્મ ધ કેરલ સ્ટોરીના ડિરેક્ટર સુદીપ્તો સેનની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સુદીપ્તો સેન ધ કેરલ સ્ટોરીના કારણે ઘણા સમયથી વ્યસ્ત છે. વ્યસ્ત શેડ્યુલ અને આરામના અભાવને કારણે તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.


સુદીપ્તો સેન સતત 'ધ કેરલ સ્ટોરી'નું પ્રમોશન કરી રહ્યો છે અને ઘણી જગ્યાએ જઈ રહ્યો છે. સતત મુસાફરીના કારણે તેની તબિયત પર ખરાબ અસર પડી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુદીપ્તો સેન આ ફિલ્મ રિલીઝ થયા પછી ધ કેરાલા સ્ટોરી સાથે જોડાયેલા વિવાદોને કારણે ઘણા તણાવમાં હતા. એ વિવાદની અસર સુદીપ્તોની તબિયત પર પણ પડી છે. સુદીપ્તો સેનને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ ફિલ્મના પ્રમોશન અને અન્ય બાબતોને રોકી દેવામાં આવી છે.

ફિલ્મના નિર્દેશક સુદિપ્તો સેને જણાવ્યું હતું કે...

 તેણે આ વિષય પર 7 વર્ષ સુધી રિસર્ચ કર્યું છે. ઉપરાંત તેની પાસે 100 કલાકથી પણ વધુની સાક્ષીઓ છે. જ્યારે હજારો પેજના ડોક્યુમેન્ટ પણ છે, જેને તેણે આખી દુનિયામાંથી મેળવ્યા છે. કોન્ટ્રોવર્સીના કારણે મેકર્સે ફિલ્મના ટ્રેલરમાં પણ ફેરફાર કરવો પડ્યો. 
 


 દરમિયાન ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાને કારણે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. ત્યારે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપતા ફિલ્મ ધ કેરલ સ્ટોરી પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સુપ્રીમ કોર્ટે મહત્વની ટીપ્પણી કરી હતી કે મુઠ્ઠીભર લોકો પ્રતિબંધ નક્કી કરી શકે નહીં. પ્રતિબંધ હટાવતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જો કોઈને ફિલ્મ પસંદ ના હોય તો તેણે ફિલ્મ ના જોવી જોઈએ. 
 
 સાથે સાથે સુપ્રીમ કોર્ટે ધ કેરાલા સ્ટોરીના નિર્માતાઓને તારીખ 20 મેના દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં ફિલ્મમાં 32,000 મહિલાઓના ઈસ્લામ ધર્મમાં પરિવર્તનના આરોપો પર 'ડિસ્ક્લેમર' મૂકવા કહ્યું હતું. ફિલ્મમાં દર્શાવાયેલા આ  જ દાવાને કારણે વિવાદ ઊભો થયો હતો. જેમાં કોંગ્રેસના મેતા શશિ થરુર પણ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application