કરચલીયા પરાની મટન માર્કેટ સહિતના અસ્થાયી દબાણો કરાયા દૂર કરાયા

  • November 22, 2023 05:18 PM 

મહાપાલિકા તંત્ર દ્વારા આજે સતત ત્રીજા દિવસે પણ દબાણ હટાવ અભીયાન જારી રાખી શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલી મટન માર્કેટ અને તેની આજુબાજુના અસ્થાયી દબાણો હટાવી તમામ માલસામાન જપ્ત કર્યો હતો. દબાણ હટાવ સેલની ટીમે આજે કરચલીયા પરા બાદ રાણીકા અને લીંબડીવાળી સડક સહિત આજુબાજુના વિસ્તારોમાં અડચણ‚પ રહેલા અસ્થાયી દબાણો હટાવી દીધા હતા. આ ઉપરાંત કેટલાક રહેણાંકના આસામીઓ દ્વારા ગેરકાયદે ઓટલા સહિતના નાના ચણતર કામ કર્યા હોય તેને પણ દૂર કરાયા હતા. દબાણ‚પ અડચણો દૂર કરી દબાણ હટાવ સેલે તમામ માલસામાન જપ્ત કર્યો હતો. આજે હાથ ધરાયેલા અભીયાનમાં બપોર બાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ દબાણ હટાવ સેલની ટીમ ત્રાટકનાર હોવાનું જાણવા મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application