ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સાથે આ દિવસે થશે ટક્કર,જાણો શેડ્યુલ

  • July 08, 2024 05:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ આવી ગયું છે. ભારતીય ટીમ આવતા વર્ષે 20 ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં યોજાનારી આ ICC ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. શેડ્યૂલ મુજબ ટીમ ઈન્ડિયાએ તેની તમામ મેચ લાહોરમાં રમવાની છે. જો કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ રમવા પાકિસ્તાન જશે કે કેમ તે અંગે હજુ સસ્પેન્સ છે. BCCIએ ટૂર્નામેન્ટમાં ભારતની સહભાગિતાને મંજૂરી આપી દીધી છે, પરંતુ તે સ્પષ્ટ નથી કે તે ફક્ત તેની મેચો રમવા માટે જ પાકિસ્તાન જશે કે કેમ.


7 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. છેલ્લી વખત આ ટૂર્નામેન્ટનું આયોજન વર્ષ 2017માં થયું હતું. જેમાં પાકિસ્તાન ભારતને હરાવીને વિજેતા બન્યું હતું.


અહેવાલો અનુસાર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ નીચે મુજબ જાહેર કરવામાં આવ્યું છે. આ શેડ્યૂલ અનુસાર ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. તે 23 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામે બીજી મેચ રમશે. ભારત ટુર્નામેન્ટના યજમાન અને તેના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ગ્રુપ સ્ટેજની ત્રીજી અને છેલ્લી મેચ રમશે. આ મેચ 1લી માર્ચે રમાશે. ટીમ ઈન્ડિયાની ત્રણેય મેચ લાહોરમાં રમાશે.


ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન મુલાકાત હજુ નક્કી નહી


જો કે આ શેડ્યૂલ હજુ પણ પ્રસ્તાવિત છે. BCCIએ હજુ સુધી પાકિસ્તાન જવા માટે પોતાની સંમતિ આપી નથી. ટીમ ઈન્ડિયા પોતાની મેચ લાહોરમાં જ રમશે કે કોઈ અન્ય સ્થળે રમશે તે નક્કી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જાય છે કે નહીં તે સંપૂર્ણપણે ભારત સરકારના નિર્ણય પર નિર્ભર છે. સરકાર તરફથી લીલી ઝંડી મળતાં જ BCCI પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમતી જોવા મળી શકે છે.


ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાનના આ 3 શહેરો - લાહોર, કરાચી અને રાવલપિંડી ખાતે થવાનું છે પરંતુ ભારતની તમામ મેચ લાહોરમાં યોજાવાની છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application