હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે આઠ ચૂંટણીના પરિણામો જાહેર થશે પરંતુ તે પહેલા જ તમામ એક્ઝિટ પોલ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC ગઠબંધન અને હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનવાનો દાવો કરી રહ્યા છે.
આ અંગે તમામ રાજકીય પક્ષોના નેતાઓની પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેમાં ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ વડા અને બીજેપી નેતા બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમને પૂછવામાં આવ્યું કે તમને શું લાગે છે કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોણ સરકાર બનાવશે? તેના વિશે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં તો મને દેખાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવશે. જ્યારે હરિયાણા વિશે કહ્યું કે હરિયાણા પર બોલવાની મનાઈ છે.
ભાજપે બ્રિજભૂષણ શરણ સિંહને કુસ્તીબાજો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા વિરુદ્ધ નિવેદનો કરવાથી દૂર રહેવાની સલાહ આપી હતી. કારણકે તેમણે કોંગ્રેસમાં જોડાવા માટે બંને કુસ્તીબાજોને નિશાન બનાવ્યા હતા. ભૂતપૂર્વ WFI ચીફે કહ્યું કે વિનેશ અને બજરંગે કુસ્તીમાં નામ કમાવ્યું અને તેના દ્વારા પ્રખ્યાત થયા પરંતુ હવે કોંગ્રેસમાં જોડાવાથી તેમનું નામ ભૂંસાઈ જશે. આ સાથે બ્રિજ ભૂષણે વિનેશ પર કુશ્તીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેણે કહ્યું કે વિનેશ અને બજરંગે કુસ્તીનું વાતાવરણ બગાડ્યું છે. તેમણે કોંગ્રેસ પર વિનેશનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો અને એમ પણ કહ્યું કે કોંગ્રેસ હરિયાણાની ચૂંટણી જીતવા માટે વિનેશ અને બજરંગનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે.
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કુસ્તીબાજોમાં સામેલ હતા જેમણે ગયા વર્ષે દિલ્હીના જંતર-મંતર પર બ્રિજ ભૂષણ શરણ સિંહ પર અનેક જુનિયર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ ભારતીય કુસ્તી જગતમાં ખળભળાટ મચી
ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech