જેતપુરમાં લાંચના ગુનામાં પકડાયેલા ટીઆરબી જવાન, પાન ધંધાર્થીએ રાત લોકઅપમાં ગાળી

  • December 05, 2024 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેતપુરમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલ વગેરે બળતણનું વાહન ડિટેઈન કરવા લાંચ માગી હોવા સબબ એસીબી દ્રારા ગોઠવાયેલા છટકામાં ઝડપાઈ ગયેલા ટીઆરબી જવાન અને પાન ધંધાર્થીએ રાત લોકઅપમાં ગાળવી પડી હતી. જયારે મુખ્ય આરોપી હેડ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરાઈ છે.
જેતપુરના કેટલાક કારખાનાઓમાં ફરીયાદી તેમના બોલેરો પીકઅપ વાહનમાં બળતણના લાકડા ભરી કારખાનાઓમાં સપ્લાય કરવાનું કામ કરતા હતો.
જેમાં  જેતપુર સીટીમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રતીક દેવમુરારી તેમજ ટીઆરબી જવાન વિક્રમ ચાવડાએ બોલેરો ચાલક ફરીયાદીને દર મહીને તેનું વાહન રોકી હેરાનગતિ નહીં કરવાના તેમજ ગાડી ડીટેઇન નહીં કરવાના અવેજ પેટે જેતપુર સીટી પોલીસ સ્ટેશનના છેલ્લ ા ત્રણ મહિનાના ૩૦૦ હજાર તેમજ તાલુકા પોલીસ સ્ટેશનના ૫૦૦ પિયા મળી કુલ ૩૫૦૦ પિયા લાંચની રકમ આજ સાંજ સુધીમાં ટીઆરબી વિક્રમને આપી જવા સાં જણાવેલ.   જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી ટીઆરબી જવાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ પિયા ૩૫૦૦ સ્વીકારી તેમજ  ધોરાજી રોડ પર આવેલ રાજશકિત પાનના ગલ્લ ાના માલિક જતીન રાજપરાને દર મહિને આપી દેવાનું જણાવેલ તે પાનનો દુકાનદારે લાંચની રકમ સ્વીકારતા ઝડપાઇ ગયા હતાં.
યારે આ ફરીયાદનો મુખ્ય આરોપી હેડકોન્સ્ટેબલ સ્થળ પર હાજર મળી આવેલ નહિ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application