દરેડમાં ઇંગ્લીશ દારુની બાટલી સાથે એકની અટક

  • August 18, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશી દારુની ભઠ્ઠી પર દરોડો

દરેડમાં એક શખ્સ દારુ સાથે પકડાયો હતો, જયારે જોગવડમાં દેશી દારુની ભઠ્ઠી અંગેની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.
દરેડ જીઆઇડીસી ફેસ-૨ પટેલચોક વિસ્તારમાંથી આશિષ ચુડામણી પટેલ નામના શખ્સને પ્લાસ્ટીકની બોટલમાં ૩૦૦ એમએલ ઇંગ્લીશ દારુ લઇને નીકળતા પંચ-બી પોલીસે પકડી લીધો હતો.
ઉપરાંત જોગવડ તળાવનેશ ખાતે રહેતા લખમીબેન રામદેવ સોમાતના રહેણાંક ઝુપડે મેઘપર પોલીસે દરોડો પાડી દારુ બનાવવાની ભઠ્ઠીના સાધનો તથા ૧૦ લીટર દેશી દારુ અને ૧૫ લીટર કાચો આથો કબ્જે કર્યો હતો.
**
દ્વારકા જીલ્લામાં પીધેલા વાહન ચાલકો સામે કાર્યવાહી
ખંભાળિયાના પઠાણ પાડા વિસ્તારમાંથી પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ડ્રાયવિંગ લાયસન્સ વગર ૨૫,૦૦૦ ની કિંમતના ડ્રીમ યુગા મોટરસાયકલ લઈને નીકળેલા દેવા રાજા ઠુંગા (ઉ.વ. ૪૫) ને તથા દ્વારકામાં એડવન્ટ સિનેમા પાસેથી મોડી રાત્રીના સમયે પીધેલી હાલતમાં રૂ. ૧૫,૦૦૦ ની કિંમતના સ્પ્લેન્ડર મોટર સાયકલ પર નીકળેલા લાલસિંગપુર ખાતે રહેતા અભયભા હોથીભા માણેક (ઉ.વ. ૪૨) ને ઝડપી લઇ કલમ ૧૮૫ વિગેરે હેઠળ કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application