રાજકોટ શહેરની સ્માર્ટ સિટી પ્રોજેકટ માટે પસંદગી થઇ ત્યારથી આ પ્રોજેકટ સતત ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ બની રહ્યો છે અને તેનું મુખ્ય કારણ પ્રોજેકટ હેઠળના કામો સમયસર પૂર્ણ નહીં થવાનું છે, હાલ સુધીમાં અનેક અધિકારીઓ અને ઇજનેરો બદલાઈ ગયા પરંતુ પ્રોજેકટ પૂર્ણ થયો નથી. જોકે આ માટે રાજકોટ મહાપાલિકાના તંત્રવાહકો એવું કારણ આપી રહ્યા છે કે સ્માર્ટ સિટીમાં પસંદગી પામેલા અન્ય શહેરોએ અલગ અલગ પ્રોજેકટ માટે અલગ અલગ ટેન્ડર કર્યા છે અને રાજકોટમાં એક જ મોટું ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે આથી કામની પ્રગતિ દેખાતી નથી અને તેના કારણે યારે પણ સ્માર્ટ સિટીનું રેન્કિંગ જાહેર થાય ત્યારે રાજકોટનો ક્રમ પાછળ આવે છે. યારે પણ કામ પૂર્ણ થશે ત્યારે એક સાથે કામ પૂર્ણ થશે અને રાજકોટનો રેન્ક ઝડપથી ઉપર આવી જશે તેવી વાતો અનેક વખત થઈ ચૂકી છે પરંતુ હકીકત એ છે કે હજુ પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સોટવેરને લગતું મહત્વપૂર્ણ કામ બાકી રહેતું હોય આ પ્રોજેકટ માર્ચ–૨૦૨૫માં પણ પૂર્ણ થશે કે કેમ તે નક્કી નથી. દરમિયાન આઇટી અને મહત્વપૂર્ણ સોટવેર તૈયાર કરવાની કામગીરી સંભાળતી એજન્સી બીએસએનએલ અને તેની સહયોગી એજન્સી કેપીએમજીને નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ નહીં કરી શકવા બદલ હવે બ્લેક લિસ્ટેડ શા માટે ન કરવી ? તેવા મતલબની નોટિસ ફટકારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ, સ્માર્ટ સિટી પ્રોજેકટમાં આઇટીને લગતી કામગીરી પૂર્ણ ન થતી હોય એજન્સીને બ્લેક લિસ્ટ કરવા નોટિસ અપાઈ છે આ કામગીરી કરતી એજન્સી બીએસએનએલ અને તેની સહયોગી કેપીએમજી નામની એજન્સીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતું તમામ કામ તેમજ એક મહત્વપૂર્ણ સોટવેર તૈયાર કરવાની કામગીરી સોંપી હતી જેમાં આજ દિવસ સુધીમાં માંડ ૩૦ ટકા જેટલી કામગીરી કરી છે. અહીં જે મહત્વપૂર્ણ સોટવેર તૈયાર કરવાની વાત છે તે એક એવા પ્રકારનો સોટવેર છે કે જેનાથી શાખાઓ વચ્ચેનું આંતરિક સંકલન વધુ મજબૂત બને અને શાખાઓ વચ્ચેના સંકલનના અભાવે કોઈ કૌભાંડ કે કારસ્તાન નહીં થઈ શકે. હાલમાં જે પ્રકારે ટીપી બ્રાન્ચ અને ટેકસ બ્રાન્ચ તેમજ ટીપી બ્રાન્ચ અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ તેમજ ટીપી બ્રાન્ચ અને વોટર વર્કસ બ્રાન્ચ વચ્ચે અનેક બાબતોમાં સંકલન રહેતું નથી તેના કારણે કૌભાંડકારો ફાવી જતા હોય છે પરંતુ આગામી દિવસોમાં આ સોટવેર તૈયાર થતા ફકત એક જ કિલકમાં સમગ્ર સિસ્ટમમાં રહેલી તમામ ડિટેલ્સ મળી જશે જેથી હાલમાં અમુક પ્રકારના કૌભાંડો થવાને અવકાશ રહે છે તેવા કૌભાંડો ભવિષ્યમાં થઈ શકશે નહીં. આ સોટવેર માટે તત્રં પણ ખૂબ જ આશાસ્પદ છે પરંતુ તેની કામગીરી પૂર્ણ થતી ન હોય હવે કયારે કામ પૂર્ણ થાય અને કયારે સોટવેર ઇન્સ્ટોલ થાય અને તેના અમલીકરણનો તંત્રને લાભ મળે તે સહિતની બાબતો વિલંબિત કામગીરીના કારણે દૂર ઠેલાઈ રહી છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે, અટલ સરોવરનું લોકાર્પણ થઇ ગયું પણ હજુ તેમાં અમુક પરચુરણ કામો બાકી હોય એજન્સી કયુબ કન્સ્ટ્રકશનનું .૧૦ કરોડનું પેમેન્ટ અટકાવ્યું છે, આમ છતાં એજન્સી એ બાકી રહેતા કામો કયારે પૂર્ણ કરશે તે અંગે હજુ સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નથી.
ઉપરોકત ઉપરાંત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ એલ એન્ડ ટી એ મોટા ભાગનું પૂર્ણ કરી નાખ્યું છે, આમ છતાં તે કામ પણ વિલબં થી ચાલી રહ્યું હોય તેનું પણ અમુક બિલ પેમેન્ટ અટકાવવામાં આવ્યું છે
માર્ચ–૨૦૨૫ સુધીમાં સમગ્ર સ્માર્ટ સિટી પ્રોજેકટ પૂર્ણ કરવાનો છે પરંતુ આઇટી અને સોટવેરને લગતી કામગીરી ફકત ૩૦ ટકા જેટલી જ થઇ હોય તેની સમગ્ર પ્રોજેકટ ઉપર અસર પડે તેમ હોય બ્લેક લીસ્ટ કરવા નોટિસ આપી છે અને ટૂંક સમયમાં રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિમિટેડ ની બોર્ડ મીટીંગ મળશે જેમાં બાકી રહેતી કામગીરી મામલે સંબંધિત એજન્સીઓના પ્રતિનિધિઓને બ હાજર થવા પણ આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech