સની દેઉલ- અમિષા પટેલની ફિલ્મ ગદર-2માં દેખાશે સિમરત કૌર

  • February 24, 2023 04:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  


  • તારા સિંહના યુવાન દીકરા જીતેની વહુ સાસુ શકીનાને ટક્કર આપશે
  • ગદર 2ની જાહેરાત થઇ, ત્યારથી સિને રસિકોમાં છે ભારે ઉત્સુક્તા



દર્શકો સની દેઉલ અને અમિષા પટેલની ફિલ્મ 'ગદર 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મને લઈને તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને જેમ જેમ આ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે, તેમ તેમ સોશિયલ મીડિયા પર ફેન્સ તેના સાથે જોડાયેલી પોસ્ટ પણ શેર કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં હવે સનીના દિકરાની સાથે તેની વહુ પણ હશે. જેની અત્યારથી ચર્ચા થવા માંડી છે. 

21 વર્ષ બાદ દર્શકો તારા સિંહ અને શકીનાની જોડીને ફરીથી સ્ક્રીન પર જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. જ્યારથી ફિલ્મ 'ગદર 2' ની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. 'ગદર 2'ના સેટ પરથી અવારનવાર તેમની તસવીરો પણ વાયરલ થાય છે.

 વર્ષ 2001માં આવેલી અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ગદર 2'માં જે કલાકાર હતાં, તેમાંના ઘણા 'ગદર 2'માં પણ જોવા મળશે. સિવાય કે અમરીશ પુરી, કારણકે દિવંગત કલાકાર હવે આપણી વચ્ચે નથી.

ફિલ્મમાં તારા સિંહ અને સકીનાના દીકરા જીતનું પાત્ર ઉત્કર્ષ શર્મા જ ભજવશે, જે 21 વર્ષનો હવે ખૂબ જ મોટો થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે 'ગદર 2' એક્ટ્રેસ સિમરત કૌર જીતેની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળશે. તારા સિંહની વહુ દેખાવમાં ખૂબ જ સુંદર અને બોલ્ડનેસમાં તો સાસુમાં સકીનાને પણ માત આપે છે.

સોશિયલ મીડિયામાં પણ સિમરતની તસવીરો છવાઈ ગઈ છે, જેમાં તેણી ગ્લમેરનો તડકો લગાવતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર સિમરત તેના એકથી એક બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. જણાવી દઈએ કે, 2017માં ઋષિની તેલુગુ રોમાન્ટિક ડ્રામા 'પ્રેમથો મી કાર્તિક'માં કાર્તિકે ગુમ્માકોંડાની સાથે અભિનયની શરુઆત કરી હતી.

2018માં સિમરતે 'પરિચયમ' અને 'સોની'માં કામ કર્યું હતું. 2019 માં, તેણીને તેલુગુ રોમેન્ટિક થ્રિલર 'ડર્ટી હરિ' માટે લીડ ફિમેલ તરીકે પસંદ કરવામાં આવી હતી. જેમાં તેણી શ્રવણ રેડ્ડીની સાથે જોવા મળશે. તેણીને હિમંત સંધૂ દ્વારા 'બૂર્જ ખલિફા' અને 'લારા લપ્પા' જેવા પંજાબી મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી ચુકી છે. 2021માં, તેણીને મિકા સિંહે એક રોમાન્ટિક ગીત 'તેરે બિન જીંદગી'માં પણ કામ કર્યુ હતું. 2022માં તેને નાગાર્જૂનની 'બંગરાજૂ'માં કામ કરવાનો મોકો મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application