ખંભાળિયામાં આવતીકાલથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

  • November 20, 2024 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુરુવાર તા. 28 સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે


ખંભાળિયામાં જલારામ ચોક નજીક આવેલી લોહાણા મહાજન વાડી "નંદધામ" ખાતે આવતીકાલે ગુરૂવાર તા. 21 થી તા. 28 નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.


અહીંના જાણીતા વેપારી સ્વ. મણીલાલ થાવરદાસ ગોકાણી તેમજ સ્વ. ગોદાવરીબેન મણીલાલ ગોકાણી પરિવારના જયેશભાઈ મણીલાલ ગોકાણી તેમજ અશોકકુમાર થાવરદાસ ગોકાણી દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે અત્રે "નંદધામ", જુની લોહાણા મહાજન વાડી ખાતે ગુરુવાર તા. 21 થી તા. 28 નવેમ્બર સુધી યોજવામાં આવેલી ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર શાસ્ત્રી પૂજ્ય ચંદ્રેશભાઈ શાસ્ત્રીજી (પોરબંદર વાળા) બીરાજીને કથામૃતનું રસપાન કરાવશે.


કથાના પ્રારંભે ગુરુવારે સવારે 10 વાગ્યે અહીંની મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી પોથીયાત્રાનો પ્રારંભ થશે. જે બપોરે 12 વાગ્યે કથા સ્થળે પહોંચશે. અહીં પ્રથમ દિવસે સેવાકુંજ હવેલી વાળા પૂજ્ય શ્રી માધવી વહુજી પધારશે. આ દિવસે ગોરણી જમણનું પણ આયોજન થયું છે. જેમાં ગરબીની 300 થી વધુ બાળાઓને પ્રસાદ લેવડાવવાનું આયોજન થયું છે.


ભાગવત કથામાં શુક્રવારે કપિલ પ્રાગટ્ય તેમજ સોમવાર તા. 25 ના રોજ સાંજે નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, શ્રી રામ પારાયણ અને સાંજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પૂ.પા. ગોસ્વામી 108 શ્રી અભિષેક લાલજી મહારાજ શ્રી (રાજકોટવાળા) પધારી અને વચનામૃતનું રસપાન કરાવશે. આ પૂર્વે રવિવાર તારીખ 24 મી ના રોજ પુષ્ટિમાર્ગીય સત્સંગ સાથે શ્રીનાથજીના દર્શનની ઝાંખીના આયોજનમાં જાણીતા કલાકારો રાજુભાઈ ભટ્ટ, નીરૂબેન દવે, અવધભાઈ ભટ્ટ કલાવૃંદ (જુનાગઢ) દ્વારા ઝાંખીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.


આ પ્રસંગે દરરોજ સવારે 9:30 થી 12:30 તેમજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો અશોકભાઈ ગોકાણી તેમજ જયેશભાઈ ગોકાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News