રાજકોટમાં શોર્ટ સર્કિટ થતાં વીજલાઈનમાં ધડાકા, લોકો ભયભીત

  • June 10, 2023 12:41 PM 

રાજકોટ કોઠારીયા રોડ પર આવેલા જે.કે પાર્ક સોસાયટીનો બનાવ સામે આવ્યો છે. જ્યાં શોર્ટસર્કિટ થતાં વીજલાઇનમાં ધડાકા થયા હતા. જેને લઇને લોકો પણ ભયભીત થઈ ગયા હતા. રાત્રીના સમયે આ ઘટના બની હતી. અચાનક જ શોર્ટ સર્કિટ થયા અને વીજલાઈનમાં ધડાકા થતાં આગ લાગી હતી. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. બાળકો સહિતના તમામ લોકો બનાવને લઈને ભયભીત થયા હતા. જોકે બાદમાં બનાવની પીજીવીસીએલને જાણ કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રીપેરીંગની કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application