- નેટઝિનની સારાની ભક્તિની પર ટકોર- આ કરવું હોય તો કરો પણ નામ બદલો
- કોઇએ સલાહ આપી- મુસ્લિમ થઇને આવું કરો છો, ઇસ્લામ ધર્મનો અભ્યાસ કરો
બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર શિવજી સાથેના ફોટોઝ શેર કર્યા. મહાશિવરાત્રી પર લખ્યું જય ભોલેનાથ. લોકોએ આ જોઈને ટ્રોલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની લાડકી દીકરી સારા અલી ખાન અવારનવાર મંદિરે જાય છે. તેમને ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા છે. અભિનેત્રી મહાશિવરાત્રી દરમિયાન ભક્તિમાં મગ્ન હતી, સારાની ડેબ્યૂ ફિલ્મનું નામ પણ 'કેદારનાથ' જ હતું. જેની કેટલીક ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ પર બતાવી છે.
સારા અલી ખાને અલગ-અલગ મંદિરો સાથેની પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તે સાંસારિક બંધનોથી મુક્ત એક સામાન્ય મહિલા જેવી દેખાઈ રહી છે. સારાની તસવીરોમાં ઉજ્જૈન મહાકાલ, કેદારનાથની ઝલક પણ જોવા મળી રહી છે. ફોટાની સાથે કેપ્શનમાં સારાએ લખ્યું છે કે , 'જય ભોલેનાથ.' સારાએ તેના કપાળ પર ચંદનની ટીકા અને ગળામાં ચુન્રી લગાવી છે અને તેના હાથમાં બંગડીઓ પહેરી છે.
અભિનેત્રીને ભક્તિમાં ડૂબેલી જોઈને જ્યાં ઘણા લોકોએ તેના વખાણ કર્યા તો કેટલાક તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે વખાણ કરતા લખ્યું, 'હું મારા દેશને તેની એકતાના કારણે પ્રેમ કરું છું. દરેક હિન્દુ ભાઈઓ અને બહેનોને હર હર મહાદેવ. અન્ય એક યુઝર કહે છે, 'હું પણ મુસ્લિમ છું, પરંતુ હું મારા મિત્રો સાથે મંદિર, ચર્ચ પણ જાઉં છું. બધા એક છે.
સારાની ટીકા કરતા એક વ્યક્તિએ કહ્યું હતું કે , 'તમારે આ બધું કરવું હોય તો કરો, પણ નામ પણ બદલો.' અન્ય એક યુઝરે કહ્યું, 'મુસ્લિમ હોવા છતા તમે મંદિરમાં કેમ જાઓ છો?' અન્ય યુઝરે સારાને ઈસ્લામનો અભ્યાસ કરવાની સલાહ આપી અને તેને અનફોલો કરવાનું પણ કહ્યું હતુ.
27 વર્ષની સારાએ અગાઉ પણ મંદિરના દર્શનની તસવીરો શેર કરી હતી ત્યારે પણ કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું, જોકે અભિનેત્રી ટીકાઓની પરવા કર્યા વિના પોતાની રીતે જીવન જીવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરાધ્યા બચ્ચને શિવ રાજકુમારના ચરણસ્પર્શ કરી સંસ્કૃતિ ઉજાળી
September 19, 2024 12:48 PMહેમા અને સંજીવનો એક પણ સીન સાથે આવવો ન જોઈએ
September 19, 2024 12:42 PMપ્રેમ સંબંધને બચાવવા લીધો બ્લેક મેજિકનો સહારો
September 19, 2024 12:39 PMસોરી..આ સ્ટેજ મારું મંદિર છે, અહી ફૂડ ન રાખો
September 19, 2024 12:35 PMદીકરી ની પા પા પગલી થતા જ દીપિકાનું નસીબ ખુલ્યું, વધુ એક પ્રોપર્ટી ખરીદી
September 19, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech